GSTV
Cricket Sports Trending

હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારત તરફથી ધોની અને કોહલી પણ નથી કરી શક્યા આવું

હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટન્સી ડેબ્યૂમાં આયર્લેન્ડની ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ખૂબ જ સારી બોલિંગ અને બેટિંગ કરી હતી. આ મેચમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જેને મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પણ બનાવી શક્યા નથી.

હાર્દિક પંડ્યાએ આ રેકોર્ડ બનાવ્યો

આયર્લેન્ડ વિરૂદ્ધ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચની બીજી ઓવર તેણે પોતે કરી હતી. આ ઓવર મોંઘી સાબિત થઈ અને તેણે 13 રન ખર્ચ્યા, પરંતુ આ ઓવરના બીજા બોલ પર તેણે આયર્લેન્ડના ખતરનાક ખેલાડી પોલ સ્ટર્લિંગને આઉટ કર્યો. આ સાથે હાર્દિક T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે વિકેટ લેનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો.

hardik pandya

હાર્દિક કેપ્ટન તરીકે સફળ રહ્યો

હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે સફળ રહ્યો છે. તેમની કેપ્ટનશીપ હેઠળ જ ગુજરાત ટાઇટન્સે IPL 2022નો ખિતાબ જીત્યો હતો. તેઓ ડીઆરએસ લેવામાં માહેર બની ગયો છે અને બોલિંગમાં ખૂબ જ સારી રીતે ફેરફાર કરે છે. આયર્લેન્ડ સામે હાર્દિકે 12 બોલમાં 24 રન બનાવ્યા જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે, બોલિંગમાં, તેણે 2 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી.

ઋષભ

હાર્દિક પંડ્યા ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યો છે. તેણે ભારત માટે 60 T20 મેચમાં 44 વિકેટ અને 670 રન બનાવ્યા છે. તે જ સમયે, તેણે 63 વનડેમાં 57 વિકેટ અને 1286 રન બનાવ્યા છે. તેણે 11 ટેસ્ટ મેચમાં 17 વિકેટ અને 532 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાએ વર્ષ 2016માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયા સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. તે ભારતીય ટીમના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે.

Read Also

Related posts

કામની વાત / વોટ્સએપમાં આવ્યું ખૂબ જ મહત્વનું ફીચર, યુઝર્સનું સૌથી મોટું ટેન્શન દૂર થઈ ગયુ

Hardik Hingu

ડોમિનોઝમાં કણક પર લટકતું ટોયલેટ બ્રશ, ફોટા જોઇ લોકોએ કાઢ્યો ભયંકર ગુસ્સો

GSTV Web Desk

કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે

GSTV Web Desk
GSTV