GSTV

ક્રિકેટર હાર્દિક પંડ્યાના ઘરે બંધાયું પારણું, નતાશાએ આપ્યો પુત્રને જન્મ

Last Updated on July 31, 2020 by pratik shah

ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઘરે ખુશીઓ આવી છે, તેઓ હવે પિતા બની ચૂક્યા છે. તેમની મંગેતર નતાશા સ્ટૈનકોવિચે પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે.

પંડ્યાએ ટ્વીટ કરી શેર કર્યો ફોટો

હાર્દિક પંડ્યા પુત્રની તસવીર શેર કરતાં લખ્યું કે ‘અમારા ઘરે બેબી બોયનો જન્મ થયો છે, જોકે તેમણે બાળકનો ચહેરો બતાવ્યો નથી.

હાર્દિકના ઘરમાં નતાશા માટે બેબી શાવર હોસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નતાશાએ લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

હાર્દિક પંડ્યા

બેબી શાવર દરમિયાન મોટાભાઇ કૃણાલ પંડ્યા, ભાભી પંખુડી શર્મા પણ હાજર હતા. નતાશા જ્યારે પ્રેગ્નેંટ હતી ત્યારે પણ તે મોટાભાગે પોતાના બેબી બંપને શેર કરતી હતી.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020ના રોજ જાહેરાત કરી હતી હતી કે તેમણે સર્બિયાની નાગરિક અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટૈનકોવિચ સાથે દુબઇમાં સગાઇ કરી છે. હાર્દિક પંડ્યાએ લખ્યું હતું કે ‘મૈ તેરા, તૂ મેરી જાને, સારા હિંદુસ્તાન’

MUST READ:

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!