હાર્દિક પટેલને જે જગ્યાએથી લોકસભાની ટિકિટ મળવાની હતી હવે તે જગ્યા પર કોંગ્રેસે મુળુભાઈ કંડારિયાને મેદાનમાં ઉતાર્યા છે. મૂળ કંડારિયા કોંગ્રેસ માટે સાંસદ ઉમેદવાર તરીકે નવો ચહેરો છે. હાર્દિકે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો હાથ પકડ્યો ત્યારે ચર્ચાઓ હતી કે પૂનમ માડમ સામે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો ધરાવતા હાર્દિક પટેલને મેદાને ઉતારવામાં આવશે. પણ હાર્દિક પર ચાલી રહેલા કેસના કારણે તમામ સમીકરણો ઉલટા પડી ગયા.
જેના પરિણામે હાર્દિકની અવેજીમાં બીજુ નામ વિક્રમ માડમનું ચર્ચાય રહ્યું હતું. જેથી કાકા અને ભત્રીજી સામ સામે હોવાની વાતો થઈ રહી હતી. પણ વિક્રમ માડમ સામે પૂનમ માડમ મજબૂત ઉમેદવાર હોવા ઉપરાંત અગાઉ પણ તેમને હરાવી ચૂક્યા હોવાથી કોંગ્રેસે તેમના નામ પર ચોકડી મારી દીધી. અને આજે જાહેર થયેલી યાદીમાં નવા ચહેરા મૂળુ કંડારિયાને ઉતારવામાં આવ્યા છે.
બીજી તરફ પૂનમ માડમની જગ્યાએ રિવાબાને ઉતારવાની પણ સોગઠાબાજી ચર્ચાય હતી. પણ આખરે ઉમેદવાર તરીકે પૂનમ માડમને જ ઉતારવામાં આવ્યા હતા. હવે જામનગરની ધરતી પર પૂનમ માડમની સામે મૂળુ કંડારિયાનો જંગ કેવો રહેશે તે જોવું રહેશે. કારણ કે એક તરફ માડમ જીતના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કુંડારિયા જીતશે કે નહીં તે 23 મેના રોજ જ ખ્યાલ આવી જશે.
54 વર્ષીય મૂળુ કંડારિયા ખેડૂત પરિવારમાંથી આવે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએ ગ્રેજ્યુએશન કરેલું છે. આ સિવાય લેન્ડ ડેવલપર સાથે સંલગ્ન છે. મૂળુ કંડારિયા 2012માં વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા.
READ ALSO
- ડોક્યુમેન્ટ વિના પણ બની જશે તમારુ આધાર કાર્ડ, UIDAIએ શરૂ કરી આ નવી સુવિધા
- SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય
- 15 ડિસેમ્બરથી બદલાઇ જશે કેશ ટ્રાન્જેક્શનના નિયમો, જાણી લો નહી તો ભરાશો
- ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ
- ભારતમાં આ કંપની વેચી રહી છે સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત જાણી ઉડી જશે હોશ