GSTV
Gandhinagar Trending ગુજરાત

હાર્દિકથી કોઈ નારાજગી નથી પરિવાર છે નાની મોટી નારાજગી રહે, નરેશ પટેલ મામલે કોંગ્રેસ પ્રભારીએ આપી આ પ્રતિક્રિયા

હાર્દિક

અમારી પાટી ના નેતા દિલ્હી જાય તો વાંધો નથી, નરેશ પટેલ દિલ્હી ગયા છે સોનિયા ગાંધી ને મળવા તે એક સારી વાત છે. તેવો કોંગ્રેસ પક્ષ આવશે તો તેમનું સ્વાગત છે. લલિત વસોયા અને હાર્દિકે ભાજપ ના વખાણ કર્યાં છે તેનો મને ખ્યાલ નથી, ક્યાં મુદે વખાણ કર્યા છે તે કોંગ્રેસ પક્ષના નેતાઓને પૂછવામાં આવશે. હાર્દિકથી કોઈ નારાજગી નથી પરિવાર છે નાની મોટી નારાજગી રહે પરતું તે પછી સમાધાન થાય એવું પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું છે.

હાર્દિક પટેલ કૉન્ગ્રેસથી નારાજ થઈને ભાજપમાં જોડાવાની ધમકી આપી રહ્યા છે તેનું કારણ પ્રશાંત કિશોરને માનવામાં આવે છે. રાજકીય સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પ્રશાંત કિશોર નરેશ પટેલને કૉન્ગ્રેસમાં જોડી તેમને હાર્દિક કરતાં વધારે મહત્ત્વ આપવા માગે છે. હાર્દિકને આ બાબત સામે વાંધો છે. હાર્દિક જો ભાજપમાં જોડાય તો તેનાથી ભાજપને ફાયદો છે, પણ હાર્દિકને છે કે તેમ તે વિચારવું રહ્યું. એટલે જ અત્યારે હાર્દિક અને પાટિલ બંને એકબીજા પ્રત્યે સકારાત્મક દેખાઈ રહ્યા છે.

કૉન્ગ્રેસના કેટલાક નેતાઓનું કહેવું છે કે હાર્દિકને આટલી નાની ઉંમરે કૉન્ગ્રેસનું ઉપાધ્યક્ષ પદ મળ્યું છે તે મોટી વાત છે. ભાજપમાં તેમને ક્યારેય આટલું મોટું કદ મળશે નહીં. ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાય તમામ ગુજરાતી નેતાઓનું હીરોઈઝમ સમાપ્ત કરી નાખવામાં આવ્યું છે. તો હાર્દિકને પણ આંબા-આંબલી બતાવી ભવિષ્યમાં કટ ટુ સાઇઝ કરાઈ શકે છે. હાર્દિક પટેલે મોટું મન રાખવું જોઈએ. તેમની હજી આ પહેલી ચૂંટણી છે એવામાં તેઓ વધુ પડતી આક્રમકતા અને મહત્ત્વાકાંક્ષા બતાડશે તો કોઈ પક્ષ તેમને ટિકિટ આપીને હરાવી શકે છે. જો એવું થશે તો તેમની ઊગતી રાજકીય કારકિર્દી આથમણે પહોંચી જશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV