GSTV

હાર્દિક હવે મરાઠાઓના રસ્તે કરી રહ્યો છે આંદોલન, જુઓ પાટણમાં શું કર્યું નિવેદન

Last Updated on November 29, 2018 by

ગુજરાતના પાસ આગેવાન હાર્દિક પટેલે મહારાષ્ટ્રની પેટર્ન પર અનામતની માંગ ગુજરાતમાં સ્નેહ મિલન કાર્યક્રમો શરૂ કર્યા છે. પાટણના સંખારી ગામે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના કન્વીનરોની સભાનું આયોજન થયું હતું. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના પાસના કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા. અને પાટીદારોને અનામત મળે તે માટે ચર્ચા કરી હતી.

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત મળતા પાટીદારોએ અનામતની માંગ બુલંદ કરી છે. પાસ નેતા હાર્દિક પટેલે પાટણના સંખારી ગામે એક કાર્યક્રમમાં હાજરી આપી સરકાર પાસે પાટીદારોને અનામત આપવા માગ કરી હતી. ત્યારે આ મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને બે વર્ષમાં અનામત આપવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં સાડા ત્રણ વર્ષથી આંદોલન કરવામાં આવી રહ્યું હોવા છતાં પાટીદારોને અનામત આપવામાં આવી નથી. રાજ્યની બહેરી મૂંગી સરકાર અનામત આપતી નથી.

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

દિવાતળે અંધારું: શહેરમાં મેલેરિયા ચેકીંગ કરતા તંત્રની કચેરીઓ ખદબદી રહી છે ગંદકીથી, મચ્છરો કરે છે રોજ પાર્ટી

Pritesh Mehta

હવે તો ધધમાર વરસો મેઘરાજા: રાજ્યમાં વરસાદી માહોલ છતાં ઓછો વરસાદ, 29% વરસાદની ઘટ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!