હાર્દિકને લાગ્યો ‘રાજનીતિનો રંગ’ પોતાના મળતિયાઓને ટિકિટ અપાવવા કરી ડિમાન્ડ

hardik patel in cwc

હાર્દિકની કોંગ્રેસમાં સત્તાવાર એન્ટ્રી થતાની સાથે જ હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ પોતાના માણસોને લડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં કોંગ્રેસને જીતની આશા છે એવી બેઠકો પર હાર્દિકે પોતાના મળતીયાઓ માટે ટિકિટની ડીમાન્ડ મૂકી છે.

ધ્રાંગધ્રામાં પરષોત્તમ સાબરીયાના રાજીનામા બાદ આ બેઠક પર પણ હાર્દિકનો ડોળો મંડાયો છે. ધ્રાંગધ્રાની બેઠક પર હાર્દિકે ગીતા પટેલને લડાવાની કોંગ્રેસ સામે માંગ મૂકી દીધી છે. આવામાં જૂના કોંગ્રેસીઓને બદલે હમણાં જ પક્ષમાં એન્ટ્રી લેનારા હાર્દિક સામે પ્રદેશ નેતાગીરી કેટલી ઘૂંટણીયે પડે છે તેની પર સૌની નજર રહેલી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter