GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

હાર્દિકે જળત્યાગના TWEET બાદ આજે ફરી પાણી પીધું, જુઓ આ વખતે કોના હાથે પીધું?

ખેડૂતોને  દેવા માફી અને પાટીદારોને અનામતને લઈને આંદોલન ચલાવતા હાર્દિક પટેલે ફરી જળત્યાગ છોડ્યો છે. આજે બિહારના નેતા શરદ યાદવ એસજીવીપીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ત્યાં શરદ યાદવના હસ્તે હાર્દિકે જળત્યાગ છોડ્યો છે. શરદ યાદવે હાર્દિક પટેલના ખબર અંતર પૂછ્યા બાદ કહ્યુ હતુ કે, લડાઈ લડવા માટે શ્વાસ જરૂરી છે. ખાઈ-પીને લડાઈ લડવી જોઈએ.

ઉલ્લેખનિય છે કે, 14 દિવસ થવા છતાં સરકારે પણ કોઈ સંવાદ ન સાધતા હવે હાર્દિકે ફરીથી જળનો ત્યાગ કર્યો હતો. પાછલા અઠવાડિયે પણ હાર્દિકે જળનો ત્યાગ કર્યો હતો. પરંતુ ગઢડાના એસપી સ્વામીના આગ્રહથી તેણે જળ ગ્રહણ કર્યું હતુ. પરંતુ તેમ છતાં સરકાર તરફથી સમાધાન ના કોઈ પ્રયાસ ન દેખાતાં તેણે ગુરુવાર સાંજથી જળત્યાગ કર્યો હતો. જોકે, ગઈકાલે તબિયત વધુ ખરાબ થઈ હતી અને હોસ્પિટલ ખસેડાયા હતા. હાર્દિકે અામરણાંત ઉપવાસ જાહેર કર્યા ત્યારે જિગ્નેશે હાર્દિકને મળીને પ્રતિક ઉપવાસ કરીને લડાઈ લડવાની શિખામણ અાપી હતી.  હાર્દિકે પ્રથમવાર અેસપી સ્વામીના હસ્તે પાણી પીધું હતું.

હાલમાં હાર્દિકે જળનો ત્યાગ કર્યો છે. હવે હાર્દિક અન્નનો ત્યાગ કર્યો છે. હાર્દિકના તમામ રિપોર્ટ પણ નોર્મલ અાવ્યા છે. હાર્દિક હાલમાં હોસ્પિટલના બેડ પરથી ઉપવાસ કરી રહ્યો છે. અેસજીવીપી હોસ્પિટલ હાલમાં હાર્દિકના ઉપવાસનું કેન્દ્ર બની છે.  અાજે દિવસભર હાર્દિકને મળવા દેશમાંતી નેતાઅો અાવવાના છે. પાસે સરકાર સાથે વાટાઘાટો કરવા માટે 11 વાગ્યા સુધીની ચિંમકી અાપી હતી.

અા ચિમકીને સરકારે ગણકારી નથી. સરકારે વાટાઘાટો હાર્દિક સાથે કરવી જોઈઅે. તે બાબતે હાર્દિકે ફરી જળનો ત્યાગ કર્યો હતો. હવે હાર્દિકનું અા અનશન શરદ યાદવે પાણી પિવડાવીને તોડાવ્યું છે. હાલમાં હાર્દિકને તમામ અગ્રણીઅો ઉપવાસ અાંદોલન છોડી દેવા સમજાવી રહ્યા છે. શિવસેનાના ઉદ્દવ ઠાકરે અે પણ ઉપવાસ છોડવાની હાર્દિકને સલાહ અાપી હતી.

 

Related posts

બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યનો રિપોર્ટ પણ પોઝિટીવ, સારવાર અર્થે કરાયા દાખલ

pratik shah

દ્વારકા: વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો થયા પરેશાન, ગ્રામજનોને હાલાકી પડતા વસાવ્યું આ સાધન

pratik shah

Coronavirus: ચીનનો ભાંડો ફોડવા માટે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓની મદદ કરી રહ્યા છે વુહાન લેબના એક્સપર્ટ્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!