GSTV

હાર્દિક પટેલ આવતીકાલથી વધુ એક ઉપવાસ આંદોલન કરશે શરૂ

આવતીકાલથી હાર્દિક પટેલ વધુ એક ઉપવાસ આંદોલન શરૂ કરશે. ગાંધી જયંતિના દિવસથી મોરબીના બગથળા ગામે હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ કરશે. ખેડૂતોના પ્રશ્ને, અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ તેમજ પાટીદારોને અનામત મુદ્દે ઉપવાસનું આયોજન કરાયુ છે. હાર્દિકની સાથે ગુજરાતભરમાંથી પાસ કન્વીનરો તેમજ હાર્દિક સમર્થકો જોડાશે. પાસ કન્વીનરોનો દાવો છે કે હાર્દિકના પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાશે. મોરબી પાસ સમિતિ દ્વારા બગથળા ગામે આંદોલનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. મુખ્યત્વે મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઈ છે.

Related posts

અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ, પુત્ર ફૈઝલ સાથે ફોન પર કરી વાત

pratik shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન,પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

pratik shah

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!