GSTV

હાર્દિકનો હુંકાર હણાયો/ સુરતમાં કોંગ્રેસને ખાતું ખોલવાના પણ ફાંફા : ગુજરાતમાં આપનો થયો આવિષ્કાર, પાટીદારોને મળ્યો નવો વિકલ્પ

hardik patel

પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલને સુરતમાં સૌથી વધારે આવકાર મળ્યો હતો. પરંતુ હાર્દિક પટેલ પાસના નેતામાંથી કોંગ્રેસ નેતા બની જતાં સુરતના પાટીદારો તેનાથી અળગા રહ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ટીકીટ વહેંચણી મુદ્દે પાસ અને કોંગ્રેસ વચ્ચે ખેંચાતાણ નડી ગઈ છે. સુરતના પાટીદારો કોંગ્રેસને નહીં પરંતુ આમ આદમી પાર્ટીના સહારે ગયા છે. સુરતમાં વસતા પાટીદારોએ ભાજપ અને આપને ભરોસે વોટ આપ્યા છે. પરંતુ કોંગ્રેસનો સાથ આપ્યો નથી. કોંગ્રેસના નેતા તરીકે હાર્દિક પટેલે સુરતમાં ઘણાં પ્રચાર કર્યા પરંતુ તે કંઈ કામ આવ્યું નથી.

લીડ તો બાજુ પર રહી ખાતુ ખોલવાના પડી રહ્યા છે ફાંફા

કોંગ્રેસે પાટીદારોના મત અંકે કરવા માટે પાસ નેતા હાર્દિક પટેલને મોટું સ્થાન આપી જવાબદારી સોંપી હતી પરંતુ સુરતમાં હાર્દિક પટેલ કોંગ્રેસને લીડ તો બાજુ પર રહી ખાતું ખોલાવવામાં પણ સફળતા મળી નથી. કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરતાં 13થી વધારે બેઠકો અંકે કરી લીધી છે. ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. કોંગ્રેસે ટીકિટ વહેંચણી સમયે જ પાસ સાથે વાંધો પડ્યો હતો. જેનો ફાયદો પણ આમઆદમી પાર્ટીને મળ્યો છે. સુરતમાં

પાટીદાર વોર્ડમાં આપ આગળ

કોંગ્રેસ સાથે છેડો ફાડીને પાસ દ્વારા અઘોષિત રીતે આપને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જેથી પાટીદારોના વોર્ડ ગણાતા વોર્ડ નંબર 2, 3, 4, 14અને 16માં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. આપનું ખાતું ખુલવાની શક્યતાના પગલે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

કોંગ્રેસથી પાસ વિમુખ થતાં આપને ફાયદો

કોંગ્રેસે વોર્ડ નંબર 3માં પાસના સમર્થક ધાર્મિક માલવિયાને મેન્ડેટ આપ્યા બાદ તેણે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યુ નહોતું. પાસ દ્વારા વધુ એક ટિકિટની માંગ કરાઈ હતી. પરંતુ પાસની માંગણી ન સ્વિકારાતા પાસ કોંગ્રેસથી વિમુખ થયું હતું. કોંગ્રેસને જીત માટે પડકાર પાસે ફેંક્યો હતો. પરંતુ પરિણામમાં પાસનો પડકાર સાચો પડતો હોય તેમ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને પાસ સમર્થિત આપ નવા પક્ષ તરીકે ઉભરી રહી છે.

આપે 13 બેઠકો પર જીત મેળવી 25 બેઠકો પર રહી છે આગળ

આપે સુરતમાં કુલ 13 બેઠકો પર જીત મેળવી છે. સુરતમાં વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત થતાં આપની છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. જ્યારે કે વોર્ડ નંબર 8માં પણ આપના એક ઉમેદવારની જીત થઇ છે. વોર્ડ નંબર 16માં વિપુલ મોવલિયા, જીતુ કાછડિયા, શોભના કેવડિયા અને પાયલ સાકરિયાનો વિજય થયો છે. વોર્ડ નંબર 4માં આપના કુંદનબેન કોઠીયા સહિતના ઉમેદવારો વિજયી બન્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદીઓ રાખજો સાવચેતી! જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો, છેલ્લા 24 કલાકમાં નવા 123 કેસો નોંધાયા

pratik shah

Muthoot ગ્રુપના ચેરમેન એમજી જોર્જના નિધન પર ખુલાસો, આ રીતે થઇ હતી મોત

Mansi Patel

છ સિનિયર સિટીઝનોની તેમના ઘરમાં જ હત્યા, સલામતીની માત્ર ગુલબાંગો: શાંતિવન પેલેસ બંગલોઝમાં રેકી કરી વૃધ્ધ દંપતીની હત્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!