GSTV
Home » News » હાર્દિક બન્યો કોંગ્રેસનો લાડલો, સ્ટાર પ્રચારક તરીકે સભાઓ સંબોધશે

હાર્દિક બન્યો કોંગ્રેસનો લાડલો, સ્ટાર પ્રચારક તરીકે સભાઓ સંબોધશે

Hardik Patel

12 માર્ચે અમદાવાદમાં રાહુલ ગાંધીની હાજરીમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. ત્યારે ગણતરીના દિવસોમાં જ કોંગ્રેસે તેને સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવ્યો છે. હાર્દિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં સભાઓ કરશે. ઉપરાંત તે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ચૂંટણી સભા ગજવશે.

hardik patel in cwc

મળતીયાઓ માટે ટીકિટની ડિમાન્ડ

હાર્દિકની કોંગ્રેસમાં સત્તાવાર એન્ટ્રી થતાની સાથે જ હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ પોતાના માણસોને લડાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યાં કોંગ્રેસને જીતની આશા છે એવી બેઠકો પર હાર્દિકે પોતાના મળતીયાઓ માટે ટિકિટની ડીમાન્ડ મૂકી છે. ધ્રાંગધ્રામાં પરષોત્તમ સાબરીયાના રાજીનામા બાદ આ બેઠક પર પણ હાર્દિકનો ડોળો મંડાયો છે. ધ્રાંગધ્રાની બેઠક પર હાર્દિકે ગીતા પટેલને લડાવાની કોંગ્રેસ સામે માંગ મૂકી દીધી છે. આવમાં જૂના કોંગ્રેસીઓને બદલે હમણાં જ પક્ષમાં એન્ટ્રી લેનારા હાર્દિક સામે પ્રદેશ નેતાગીરી કેટલી ઘૂંટણીયે પડે છે તેની પર સૌની નજર રહેલી છે.

hardik patel

સોગંદનામું કરવા આદેશ

લોકસભા ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે હાઇકોર્ટના જસ્ટિસ એ.યુ.ઉરેજીની કોર્ટમાં સુનાવણી થઈ હતી. દરમિયાન કોર્ટે સરકારને હાર્દિકની અરજી મામલે સોગંધનામું કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 19 માર્ચે રોજ હાથ ધરાશે.

READ ALSO

Related posts

કમલનાથે સરકાર બચાવવા માટે લીધું આ મોટું પગલું

Kaushik Bavishi

કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ થશે મોટો ફેરફાર, અહેમદ પટેલને સોંપાઈ શકે છે આ પદ

Mayur

PM મોદી જે ગુફામાં રોકાયા હતા ત્યાં તમામ પ્રકારની છે સુવિધા! રહેવામાં તકલીફ ન પડે, ફક્ત આટલું જ છે ભાડુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!