મેં પહેલીવાર સેક્સ કર્યું હતું તે આવીને પિતાને કહ્યું હતું, ક્રિકેટર ભરાતાં હવે પિતાએ પણ કહ્યું આ

વડોદરાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હાર્દિક પંડયા વિવાદમાં સપડાયો છે. આક્ષેપો એવા છે કે હાર્દિક પંડયાએ એક ટેલિવિઝન શોમાં કરણ જોહરને આપેલા ઇન્ટરવ્યુમાં મહિલાઓ માટે અપમાનજનક વાતો કરી છે. આ મામલે બીસીસીઆઇએ પણ હવે હાર્દિક પંડયાને શો કોઝ નોટિસ આપીને ખૂલાસો કરવા કહ્યું છે.

મારો પરિવાર ખુલ્લી વિચારધારાવાળો

હાર્દિકે શોમાં કરેલી વાત અંગે બે દિવસથી સોશિયલ મિડિયામાં હાર્દિક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિવાદને શાંત પાડવા માટે હાર્દિકે કાલે ટ્વિટર પર માફી પણ માગી લીધી છે પરંતુ વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. હાર્દિકે એક  ટેલિવિઝન શોમાં એવુ નિવેદન કર્યુ હોવાનું કહેવાય છે કે ‘મારો પરિવાર ખુલ્લી વિચારધારાવાળો છે. મે મારી જિંદગીમાં પહેલી વખત એક છોકરી સાથે જ્યારે સેક્સ કર્યુ ત્યારે તેની વાત પણ મે મારા ઘરમાં આવીને કરી હતી’

તેને પોતાને આ બાબતે અફસોસ છે

હાર્દિકના આ પ્રકારના નિવેદન સામે ભારે હોબાળો થયો છે ત્યારે આજે વડોદરા રહેતા હાર્દિકના પિતા હિમાંશુભાઇ પંડયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે ‘તેની  ભૂલ થઇ છે તો તેણે માફી માગી લીધી છે. તેને પોતાને આ બાબતે અફસોસ છે. હાર્દિક હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે એટલે આ બાબતે હજુ મારી તેની સાથે વાત થઇ નથી’

હું કશુ બોલવા માગતો નથી

હિમાંશુભાઇ હાર્દિકે ટેલિવિઝન શોમાં આપેલુ નિવેદન કે તમારું ફેમિલી ખુલ્લી વિચારધારાવાળુ છે એ વાત સાચી છે ? એ સવાલના જવાબમાં હિમાંશુભાઇએ કહ્યું હતું કે ‘ આ બાબતે ઘણો વિવાદ થયો છે. હું કશુ બોલવા માગતો નથી. હાર્દિકે માફી માગી લીધી છે એટલે હવે વિવાદ શાંત થઇ જવો જોઇએ’

જ્યારે પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર કિરણમોરેએ પણ એવુ જ કહ્યું હતું કે ‘હાર્દિકને હું સારી રીતે ઓળખુ છું. તે સારો છોકરો છે. તેમનાથી કદાચ ભૂલ થઇ હશે અને તેણે માફી પણ માગી લીધી છે. ભૂલ બધાથી થતી હોય છે અને એ ભૂલની સમજ પડી જાય તો તે વ્યક્તિને માફ કરી દેવો જોઇએ. એક સારા ક્રિકેટરને આ પ્રકારને વિવાદમાં ઢસડવો યોગ્ય નથી’

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter