GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

હાર્દિકે જીવ જોખમમાં મૂકાય તેવો લીધો મોટો નિર્ણય, કિડની પર થશે મોટી અસર

હાર્દિક પટેલના આમણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે અત્યારસુધી અન્નનો ત્યાગ કરીને માત્ર લિકવીડ પર ઉપવાસ કરી રહેલા હાર્દિકે આજથી જળનો પણ ત્યાગ કર્યો છે. હાર્દિક પટેલને સમર્થન આપવા માટે એક પછી એક લોકો આવી રહ્યા છે. ગઈકાલે સોલા સિવિલના ડૉક્ટરે હાર્દિક પટેલનું ચેકઅપ કર્યા બાદ મેડિકલ રિપોર્ટની કોપી ન આપતા ઉપવાસ સ્થળે હાજર પાટીદારો નારાજ થયા હતા. આથી તેમણે ખાનગી ડોક્ટરને બોલાવી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. સોલા ડોક્ટરની ટીમે હાર્દિકનો બ્લડ રિપોર્ટ ના આપતા ખાનગી ડૉક્ટર પાસે બ્લડ અને યુરિન સેમ્પલ લેવડાવ્યા છે. આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલનું ગઈકાલે સાંજે મેડિકલ ચેકઅપ કરાયું હતું.

હાર્દિકના બ્લડ પ્રેશર અને સુગર તથા બાકીના રીપોર્ટ નોર્મલ છે પરંતુ હાર્દિક શારીરિક રીતે વધુ કમજોર દેખાય છે તે ઉઠીને ચાલી પણ શકતો નથી. જોકે યુરિન ટેસ્ટમાં તકલીફ જણાતા તબીબે પ્રવાહી લેવાની અને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. સતત ઉપવાસ ચાલુ હશે તો કીડની પર અસર થઈ શકે તેવી તબીબે ચિંતા વ્યકત કરી છે. ગઈકાલની સરખામણીએ હાર્દિકનું વજન અડધો કિલો ઓછું થયું છે. હાર્દિકનું 74 કિલો 100 ગ્રામ વજન નોંધાયું હતુ. હાર્દિક હવે જીવ સાથે રમત રમી રહ્યો છે. અાજથી તેણે જળત્યાગ કર્યો છે. તબીબોઅે તેને વધુ લિક્વીડ પર રહેવાની સલાહ અાપી છે. અા સલાહને તેણે અવગણીને હવે જિંંદગી સામે જોખમ લીધું છે.

તબીબોઅે સ્પષ્ટ કર્યું છે કે તેની કીડની પર અસર થઈ શકે છે. હવે અા અાંદોલને ભારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં સરકાર અને પોલીસ અા ઉપવાસ પર ચાંપતી નજર રાખી રહી છે. સરકાર પણ જાણે છે કે, હાર્દિકની તબિયત લથડી તો રાજ્યભરમાં પાટીદારો હોબાળો કરશે. સરકાર અા અાંદોલનને ડામી નહીં શકે. હાર્દિકને દેશભરમાંથી જુદી જુદી પાર્ટીઅોનું સમર્થન મળી રહ્યું છે. અા બાબતે દિલ્હીમાં હોબાળો થયો તો અા મામલો દેશભરમાં ગાજશે. સ્થાનિક પાર્ટીઅો હાર્દિકના ઉપવાસના સમર્થનમાં જુદા જુદા રાજયોમાં પ્રતિક ઉપવાસ કરાવી શકે છે.

  • હાર્દિક પટેલના ઉપવાસનો અાજે છઠ્ઠો દિવસ
  • હાર્દિક પટેલ અાજથી જળનો પણ ત્યાગ કરશે
  • અાપના ધારાસભ્ય કર્નલ દેવેન્દ્ર શેરાવત અાજે હાર્દિકને મળશે
  • સરકારે અેલર્ટ થવાની જરૂર
  • હાર્દિકની તબિયત લથડી તો અાંદોલન વધુ ગરમાશે
  • દેશભરની પાર્ટીઅોના સમર્થનને પગલે દિલ્હીમાં હોબાળો થયો તો અાંદોલન નેશનલ સ્વરૂપ ધારણ કરશે
  • જુદા જુદા રાજ્યોમાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ શરૂ થશે

હાર્દિક પટેલ પર ગાળીયો કસાઇ તેવી શકયતા

અનામતની માંગને લઇને મક્કમ રહેલા હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન બાદ હવે જળનો પણ ત્યાગ કરીને સરકાર પર દબાણ લાવવાની કોશિષો શરૂ કરી છે. તો બીજી તરફ કાયદાકીય રીતે હાર્દિક પટેલ પર ગાળીયો કસાઇ તેવી શકયતા છે. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને સેશન્સ કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરવામા આવ્યુ છે…રાજદ્રોહના કેસમાં સેશન્સ કોર્ટ તરફથી હાર્દિકને કોર્ટમાં હાજર થવા માટે આપવામા આવેલા સમન્સ બાદ હવે એ જોવાનું મહત્વનું બની રહેશે કે હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં ક્યારે હાજર થાય છે હાજર થાય છે કે કેમ…કારણકે આ પહેલા પણ હાર્દિક પટેલને કોર્ટમાં હાજર થવાના સમન્સ આપવામા આવેલા હતા..પરંતુ હાર્દિક હાજર રહ્યો ન હતો…ત્યારે હવે હાર્દિક પટેલને ફરી સેશન્સ કોર્ટ તરફથી સમન્સ ફાળવાયા છે…ત્યારે હવે હાર્દિક સામે શું કાયદાકીય પગલા લેવાય છે તે જોવાનું મહત્વનું બની રહેશે

હાર્દિકના ઉપવાસને લઇને હાઇકોર્ટમાં અરજી

હાર્દિક પટેલના ઉપવાસને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. હાર્દિકને તેના ઘરમાં જ નજરકેદ કરાયાની અરજીમાં રજૂઆત કરાઇ છે. હાર્દિકના નિવાસ બહાર ગોઠવાયેલા પોલીસ પહેરાને લઇને હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. હાર્દિકના ઘરે આવનજાવન કરનારા લોકોને કોઈ પણ કારણ વગર ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાની પણ અરજીમાં ફરિયાદ કરાઇ છે. તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પહોંચવા નહીં દેવાતી હોવાની પણ ફરિયાદ સાથે અરજી પર  અર્જન્ટ હીઅરિંગની માંગણી કરાઇ છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા ઠેરઠેર ઉપવાસ આંદોલન કરીને રામધૂન બોલાવીને હાર્દિકને સમર્થન અપાઇ રહ્યુ છે ત્યારે વિરમગામની ઝાલાવાડી ખાતે કડવા પાટીદાર સોસાયટીમાં રામધૂન યોજાઇ…સમર્થકોએ હાર્દિકના આરોગ્યની તંદુરસ્તી તથા નૈતિક મનોબળ વઘે તે માટે રામઘુનનુ આયોજન કર્યુ હતું

Related posts

હવે યુઝર્સની પસંદગીથી તેની પોસ્ટ જોઈ શકશે લોકો, સોશિયલ સાઇટ્‌સમાં નવાં પ્રાઇવસી ટૂલ્સનું ફીચર્સ ઉમેરાયું

Ankita Trada

સુરતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ફરી હિરા ઉદ્યોગ થયો શરૂ

pratik shah

સાહિત્યકાર રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારૂબેનનું કોરોનાવાયરસથી થયું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!