GSTV

બૉલ ટેમ્પરિંગ : ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને ઓછી સજા અપાતા રોષે ભરાયો હરભજન, કહ્યું ‘વાહ ICC વાહ!’

Last Updated on March 26, 2018 by Bansari

ઑસ્ટ્રેલિયન ટીમની બૉલ ટેમ્પરિંગ મામલે સખત નિંદા થઇ રહી છે. ઑસ્ટ્રેલાઇ ટીમના ઓપનર કૈમરન પર કોઇ મેચ માટે પ્રતિબંધ મૂકાયો નથી, ફક્ત તેને મેચની 75 ટકા ફી પરત આપવાનો જ દંડ ફટકારવામાં આવ્યો છે. તે પછી ચારેકોર આઇસીસીની નિંદા થઇ રહી છે. અને તેવામાં ભારતીય ટીમના પૂર્વ બોલર હરભજને પણ સખત નિંદા કરતા આઇસીસીના નિયમો પર સવાલ ઉઠાવ્યાં છે. ભજ્જીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, ‘વાહ આઇસીસી. અદભુત નિર્ણય અને ગજબ નિષ્પક્ષતા દાખવી છે. કૈમરન વિરુદ્ધ તમામ પૂરાવાઓ હોવા છતાં તેના પર એક પણ મેચનો પ્રતિબંધ ન મૂકાયો, તેવામાં વર્ષ 2001માં સાઉથ આફ્રિકા મેચમાં કોઇ પૂરાવા વિના જ એક્સેસિવ અપીલિંગ માટે અમારા 6 લોકોના મેચ રમવા પર પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો હતો. ‘

હરભજને આઇસસીના નિર્ણયની નિંદા કરતા કહ્યું કે વર્ષ 2008માં સિડનીમાં પણ દોષી ન હોવા છતાં 3 મેચનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ભજ્જીએ આઇસીસીના અલગ-અલગ લોકો માટે અલગ-અલગ નિયમો હોવાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને બૉલ ટેમ્પરિંગ મામલે એક મેચ માટે બરતરફ કરવાની અને 100 ટકા મેચ ફી પરત કરવાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્મિથ ઉપરાંત ઓસ્ટ્રેલિયાઇ ટીમના ઓપનિંગ બેટ્સમેન કૈમરન બેનક્રૉફ્ટને આઇસીસીએ 3 ડિમેરિટ પોઇન્ટ્સ આપ્યાં છે.

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel

રાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!