GSTV

સચીન કે દ્રવિડ નહી, ભજ્જીએ આ દિગ્ગજને માન્યો ભારતનો સૌથી મોટો મેચ વિનર

Last Updated on June 21, 2020 by Ankita Trada

ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યુ કે, પૂર્વ કેપ્ટને અને મહાન સ્પિનર અનિલ કુંબલે ભારતના સૌથી મોટા મેચ વિનર રહ્યા છે. હરભજન સિંહે પોતાના કરિયરની વધારે ક્રિકેટ કુબંલેની સાથે જ રમી છે. આ બંનેની જોડીએ ભારતને ઘણી મેચ જીતાવી છે.

અત્યાર સુધી મોટા મેચ વિનર છે

હરભજને એક ખાનગી મીડિયાને જણાવ્યુ હતુ કે, મારા વિચારમાં અનિલભાઈ ભારત માટે ખેલનાર સૌથી મહાન ખેલાડી છે. તે ભારત માટે અત્યાર સુધી મોટા મેચ વિનર છે. લોકો કહે છે કે, ગેંદને વધારે સ્પિન નથી કરતા, પરંતુ તેમણે જણાવ્યુ કે, જો તમારી પાસે જિગર છે તો, તમે સ્પિન કરાવ્યા વગર જ બેટ્સમેનને આઉટ કરી શકો છો.

ખૂબ જ સમર્પિત ખેલાડી હતા

હરભજને કહ્યુ કે, જો કોઈ પ્રતિસ્પર્ધાવાળી ભાવના હતી તો, અનિલભાઈમાં હતી. તેઓ ચેમ્પિયન બન્યા. હું ભાગ્યશાળી છુ કે, આટલા વર્ષો સુધી તેમની સાથે રમ્યા હતા. તેઓ ખૂબ જ સમર્પિત ખેલાડી હતા. કુંબલે ટેસ્ટમાં ભાત માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયા. ટેસ્ટમાં તેમના નામે 619 વિકેટ છે. ખેલના સૌથી લાંબા પ્રારૂપમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરોની યાદીમાં કુંબલે, મુથૈયા મુરલીધરન અને શેન વોર્ન બાદ ત્રીજા સ્થાન પર છે. વનડેમાં પણ તેઓ ભારત માટે સૌથી વધઆરે વિકેટ લેનાર બોલર છે. તેમણે 271 વનડેમાં 337 વિકેટ લીધી છે.

74 રન ખર્ચીને પોતાનો શિકાર બનાવી લીધો

આ લેગ સ્પિનરે ટેસ્ટ મેચની એક પાળીમાં 10 વિકેટ લેવાનો કારનામો પણ કર્યો છે. આ રેકોર્ડ તેમણે 1999માં દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં બનાવી હતી. પૂરી પાકિસ્તાની ટીમને માત્ર 74 રન ખર્ચીને પોતાનો શિકાર બનાવી લીધો છે. સંયોગ જોવો કે, કુંબલેએ વર્ષ 2008માં પોતાના ટેસ્ટ કરિયરની છેલ્લી મેચ પણ આ મેદાનમાં જ રમી છે.

ટેસ્ટમાં 1 સદીની સાથે 5 અર્ધસદી

કુંબલે બોલથી પણ અહમ યોગદાન આપે છે. ટેસ્ટમાં 1 સદીની સાથે 5 અર્ધસદી તેનો પૂરાવો છે. તેમણે ટેસ્ટ મેચમાં 35થી વધારે તક પર જ એક જ પાળીમાં 5 અથવા તેનાથી વધારે વિકેટ ઝટકા અને એક મેચમાં 10થી વધારે વિકેટ લેવાનો કારનામો 8 વખત કર્યો છે.

11 લોકો રમતવીર સાથે મેદાન પર રમે છે

વર્ષ 2008 માં ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં અમ્પાયરિંગ વિવાદ વચ્ચે કુંબલેના નેતૃત્વનું એક અનોખું પાસું બહાર આવ્યું હતું. વિવાદિત સિડની ટેસ્ટ મેચ બાદ, તેણે જાહેરમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં સવાલ ઉઠાવતા કહ્યું કે, ફક્ત 11 લોકો રમતવીર સાથે મેદાન પર રમે છે. બાકીના 13 અન્ય કેટલીક રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા.

READ ALSO

Related posts

સમયસર લોન ચુકવનાર ખેડૂતોને રાજ્ય સરકાર આપી રહી છે આ ભેટ, જાણો શું છે સમગ્ર યોજના

Vishvesh Dave

બ્યુટી ટિપ્સ : પગની સાર-સંભાળ રહે છે આ ફ્રૂટ સ્ક્ર્બ વિના અધૂરી, આજે જ જાણો ઉપયોગની રીત અને મેળવો લાભ

Zainul Ansari

શું તમે પ્રથમ વખત ફાઇલ કરી રહ્યા છો ઇનકમ ટેક્સ રિટર્ન? જાણો નવા પોર્ટલ પર કેવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!