GSTV
Surat Trending ગુજરાત

જો તું મને ખુશ નહીં રાખે તો હું તને પોસ્ટિંગ નહીં આપું, 25 મહિલા હોમગાર્ડ સાથે જાતિય સતામણી

૨૫ જેટલી મહિલા હોમગાર્ડ દ્વારા પોતાના સીનિયર અધિકારીઓ વિરુદ્ઘ જાતીય અને માનસિક સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે.  ઘટના પ્રકાશમાં અાવ્યા બાદ સુરત હોમ ગાર્ડ કમાન્ડન્ટે શુક્રવારે આરોપો પર એકશન લેવાનો ઓર્ડર આપી દીધો છે. સુરત પોલીસ કમિશનરને શુક્રવારે એક પત્ર લખીને મહિલાઓ દ્વારા આરોપ લગાવાયા છે કે ઓફિસર ભાવના કંથરિયા અને  કમાન્ડીંગ  અોફિસર સોમનાથસિંહ જી. ગ્રેહવાલ ડ્યૂટી કરતા અટકાવતા અને શારીરિક તથા માનસિક રીતે યાતનાઓ આપી રહ્યાં છે.

પત્રમાં મહિલાએ પોતાના બંને સીનિયર્સ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેઓને પુરુષ અધિકારીઓ સાથે સમય પસાર કરવા માટે કહેવામાં આવતું અને ઈનકાર કરવા પર તેમને ધમકી આપવામાં આવતી. પત્રમાં લખ્યા મુજબ એક મહિલા હોમગાર્ડને પુરુષ ઓફિસરે કહ્યું હતું કે, જો તું મને ખુશ નહીં રાખે તો હું તને પોસ્ટિંગ નહીં આપું અથવા એવી જગ્યા પર પોસ્ટ જયાં તું સમય પર નહીં પહોંચી શકે. 

ઘરકામ કરાવાતું હોવાનો આરોપ

મહિલા હોમગાર્ડસએ પોલીસ કમિશનર કચેરી પહોંચીને આરોપ લગાવ્યાં હતા કે, ઉપરી અધિકારીઓ દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. માનસિક શોષણ કરવાની સાથે સાથે તેમને ઘરકામ માટે અધિકારીઓ બોલાવી તેના ઘરના કામો પણ કરાવે છે.

ખોટી રીતે કરાય છે સ્પર્શ

ઓફિસર કમાન્ડિંગ દ્વારા હોમગાર્ડ્સ બહેનોને ખોટી રીતે શારીરિક સ્પર્શ કરવામાં આવતો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. મહિલાઓએ રોષે ભરાઈને જાતિય શોષણની વિરુધ્ધમાં અવાજ બુલંદ કર્યો છે. એપ્લિકેશનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે પુરૂષ અધિકારીઓ મહિલા હોમ ગાર્ડના યુનિફોર્મ ચેક કરવાના બહાને સ્પર્શ કરતા હતા.

આ પહેલીવાર છે જયારે મહિલા હોમ ગાર્ડ્સ દ્વારા આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે. સુરત હોમ ગાર્ડ કમાન્ડન્ટ ડો. પ્રફુલ શિરોયાએ કહ્યું છે કે, મેં આ મામલાની તપાસ ડેપ્યુટી કમાન્ડન્ટને સોંપી છે. જે  ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપશે. રિપોર્ટ સબિમીટ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. શહેર પોલીસ કમિશનર સતિષ શર્માએ કહ્યું કે, સમગ્ર મામલાને લોકલ લેવલ કમ્પલેઈન કમિટીને સોંપવામાં આવ્યો છે જેની રચના કામના સ્થળે મહિલાઓના જાતીય શોષણના કાયદો ૨૦૧૩ અંતર્ગ થઈ છે, DCP વિધી ચૌધરી તેના હેડ છે. કમિટી દ્વારા મામલાની તપાસ કરવામાં આવશે.

Related posts

ગોંડલ / જામવાડી ગામે બોગસ વોટિંગ રોકતા સરપંચના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારના પોલિંગ એજન્ટને માર માર્યો

Nakulsinh Gohil

ક્રિકેટ / BCCIએ ક્રિકેટ સલાહકાર સમિતિના ત્રણ સભ્યોની કરી નિમણૂક, આ પૂર્વ ખેલાડીને મળ્યું સ્થાન

Hardik Hingu

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth
GSTV