GSTV
Surat Trending ગુજરાત

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.  1.60 કરોડના ધીરાણ સામે 3.57 કરોડની ઉઘરાણી કરી મારઝુડ કરવામાં આવી.. સમગ્ર ઘટના સામે આવતા સુરત ક્રાઈમબ્રાંચે બે વ્યાજખોરની ધરપકડ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા સુધીર અશોક ગોયાણીએ જુલાઈ 2018 થી જાન્યુઆરી 2019 દરમ્યાન ઘનશ્યામ રઘુભાઈ ચાવડા પાસેથી ટુકડે ટુકડે મળી 6% વ્યાજે રૂપિયા 25 લાખ રૂપિયા જેટલી રકમ ધીરાણે લીધી હતી.

મેરિડ લાઈફ

ઉપરાંત વર્ષ 2019 -20 માં મોટા વરાછાની ત્રણ દુકાનો સુધીર ગોયાણીના કહેવા પર ઘનશ્યામ રઘુ ચાવડાએ અન્યના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો. ત્યારબાદ ત્રણેય દુકાનો ના ઓવર વેલ્યુએશન ભાવ લગાડી તે રૂપિયા પણ સુધીર ગોયાણીના નામે ૬ ટકા વ્યાજે ધિરાણ કરી હતી. જેમાં વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે રૂપિયા 6 કરોડનો હિસાબ બતાવવામાં આવ્યો હતો.

 વ્યાજખોર ઘનશ્યામ રઘુ ચાવડા અગાઉ પણ મારામારી અને ધાકધમકી સહિત ફોર વ્હીલ કાર સળગાવી દેવાની ઘટનામાં પુણા પોલીસ મથકમાં ઝડપાઇ ચુકયો છે. ત્યારે વ્યાજખોરીના નામે ગુંડાગીરી કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV