GSTV
Bollywood Entertainment Trending

‘હર હર શંભુ’ / ફરમાની નાઝ સલમાન ખાનના શો બિગ બોસ 16માં જોવા મળી શકે, ભાઈએ કર્યો મોટો ખુલાસો

અભિલિપ્સા પાંડાનું ગીત ‘હર હર શંભુ’ ફરી ગાયું છે તે સિંગર ફરમાની નાઝે તેના ભાઈ ફરમાને કેટલીક મહત્ત્વની બાબતો વિશે ખુલાસાઓ કર્યા છે. તેણે એક રાષ્ટ્રીય અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે, તેની બહેન વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફતવો બહાર પાડવામાં આવ્યો નથી. સાથે જ તેણે એમ પણ કહ્યું કે તે મુસ્લિમ ધર્મ છોડીને કોઈ પણ સંજોગોમાં હિંદુ બનવાની નથી. ફરમાને એ પણ જણાવ્યું કે તેની બહેનને પણ એક રિયાલિટી શો માટે ઓફર મળી છે જે હજુ વિચારણા હેઠળ છે.

ફરમાની નાઝ ગયા વર્ષે ઈન્ડિયન આઈડલમાં તેના ભાઈ ફરમાન સાથે જોવા મળી હતી. ફરમાને જણાવ્યું કે તેની બહેનને ગુરુવારે બિગ બોસ 16 માટે ઑફર મળી છે. પરંતુ ફરમાની તેના વિશે કંઈપણ નક્કી કરી શકતી નથી કારણ કે તેને લાગે છે કે ‘બિગ બોસ’માં ઘણી લડાઈ થઈ રહી છે જે તેને પસંદ નથી. આ સાથે ફરમાનીએ કહ્યું કે સપના ચૌધરી સાથે પણ બિગ બોસમાં બાકીના સ્પર્ધકો દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું, જે વિચારીને મારી બહેન ડરી જાય છે.

રિયાલિટી શો અંગે ફરમાનીએ કહ્યું કે આવા શો કલાકારોને મદદરૂપ થતા નથી. તેણીએ જણાવ્યું કે ગયા વર્ષે તેણે ઈન્ડિયન આઈડલના વિજેતા પવન રાજદીપ સાથે રૂમ શેર કર્યો હતો. ફરમાનીને તેના પિતા પાસેથી સંગીતનો વારસો મળ્યો હતો. ‘હર હર શંભુ’ એ ફરમાનીનું પહેલું ગીત નથી, તેણે સાવન મહિનામાં વધુ બે ગીતો પણ રેકોર્ડ કર્યા હતા. જો કે એ ગીતો અંગે કોઇ વિવાદ થયો ન હતો.

ફરમાની વિશે તમને જણાવી દઈએ કે તેમનું અંગત જીવન ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. પતિએ છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કરી લીધા. તેણીએ વિરોધ કર્યો તો સાસરિયાઓએ ફરમાની અને તેના ભાઈને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દુ:ખના સમયમાં પણ સંગીતે તેમનો સાથ આપ્યો. ભાઈ તેમના ગીતો ફોન પર રેકોર્ડ કર્યા અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા. જેના પર ઘણા બધા લાઈક્સ અને શેર આવવા લાગ્યા. આ જોઈને ફરમાનીનું ગીત ઈન્ટરનેટ પર હિટ થઈ ગયું અને આ રીતે તેને ઈન્ડિયન આઈડોલ તરફથી પણ ફોન આવ્યો પરંતુ ત્યાં પણ તેની સફર લાંબા સમય સુધી ચાલી નહીં. હાલમાં, ફરમાની અને ફરમાન તેમના નવા ગીતને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.

Read Also

Related posts

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed
GSTV