GSTV
Cricket Sports Trending

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ખુમાર હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરો પર પણ ચઢ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે પીએમ મોદીએ લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની ડીપી બદલીને તિરંગાની ડીપી રાખવા અપીલ કરી હતી.એ પછી કરોડો લોકો પોતાનુ ડીપી બદલી ચુકયા છે.

જેમાં સેલિબ્રિટિઝનો પણ સમાવેશ થાય છે.ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાની ડીપી બદલી છે અને તેની જગ્યાએ તિરંગો મુકયો છે.

આ સિવાય વાઈસ કેપ્ટન કે એલ રાહુલ, ફાસ્ટ બોલર બુમરાહ, ઓપનર શિખર ધવન, પૂર્વ સ્પિનર હરભજન સિંહ સહિતના ખેલાડીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર હવે તિરંગો નજરે પડી રહ્યો છે. ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ ધોની અને સચિન પહેલા જ પોતાની ડીપી બદલી ચુકયા છે.

READ ALSO

Related posts

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV