GSTV

Happy Valentine Week: ખાસ વ્યક્તિ માટે ‘રોઝ પનીર રોલ્સ’ બનાવી કરો તમારા પ્રેમનો ઈઝહાર

વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ ગઈ છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ આખુ અઠવાડીયું પ્રેમી પંખીડાઓને નામ હોય છે, જેમાં કપલ એક બીજાને અવનવી ભેટ આપીને પ્રેમને વ્યક્ત કરે છે. તો ચાલો આજે આપણે પણ આપણા ખાસ વેલેન્ટાઈન માટે બનાવીએ ‘રોઝ પનીર રોલ્સ’.

સામગ્રી

  • 2 કપ મેંદો
  • અડધો કપ ઘી
  • એક નાની વાટકી પનીર(ક્રશ કરેલું)
  • એક નાની ચમચી લાલ મરચુ પાઉડર
  • એક નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
  • એક નાની ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદપ્રમાણે
  • તેલ તળવા માટે

બનાવવાનીરીત

રોઝ પનીર રોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ મેંદામા ઘી નાખી તેને બરાબર મિક્ષ કરી લો. તેમાં ધીરે ધીરે પાણી નાખી લોટ બાંધી લો અને 10 મિનિટ માટે એક બાજુ રાખી દો. બીજી તરફ એક વાસણમાં પનીર, મીઠું, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો નાખી બરાબર મિક્ષ કરી લો. હવે મેંદાના લોટના નાના-નાના લુઆ લઈ તેને ગોળ આકાર વણી લો. દરેક ખૂણામાં છરી વડે સામ-સામે કાપો. તેની વચ્ચે કાપ ન આવે તેની કાળજી લો.

હવે રોટલીની વચ્ચે પનીરનું મિશ્રણ મૂકો. પ્રથમ સામ-સામે બંને બાજુવાળા કટને ઉપાડીને અને ફોલ્ડ કરો. હવે બાકીના સામ-સામે વાળા કટને ઉઠાવીને ફોલ્ડ કરી લો. તમે જોશો કે, આ ગુલાબ એટલે કે, રોઝના આકારમાં તૈયાર છે. હવે એક કડાઈમાં મધ્યમ તાપ પર તેલ ગરમ થવા માટે મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેને ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. તો તૈયાર છે ‘રોઝ ગુલાબ ચીઝ રોલ્સ’. આ વાનગીને ટામેટાની ચટણી સાથે સર્વ કરી દો.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!