GSTV

સંબંધમાં ઉત્સાહ ઘટવા લાગ્યો છે? નવી ઉર્જા લાવવા માટે ફોલો કરો આ ટિપ્સ

Last Updated on August 5, 2019 by Arohi

સમય પસાર થવાની સાથે સંબંધ પર પણ ધૂળ જામી જાય છે. જેના કારણે સંબંધોની ઉષ્મા અને ઉત્સાહ ઘટવા લાગે છે. ધીરે ધીરે રુટીન એકસરખું થઈ જવાથી બે વ્યક્તિ વચ્ચેની લાગણી પર પણ ધૂળ જામી જાય છે. સંબંધની શરૂઆતમાં ઊર્જાથી ભરપૂર રહેતી વ્યક્તિ વચ્ચે સંબંધની ચમક ઘટી જાય છે અને સમય કંટાળાજનક બની જાય છે. આવું થાય ત્યારે સમજી લેવું કે હવે સંબંધોને પણ પોલિશિંગની જરૂર છે. આ ફેરફાર કરવાથી સંબંધ ફરીથી મધુર બની જશે.

  • જ્યારે પણ લાગે કે રૂટીન કંટાળાજનક થઈ રહ્યું છે ત્યારે એવું કંઈ કરો જેમાં પાર્ટનરને લાગે કે આવું તો તેણે વિચાર્યું જ ન હતું. સંબંધમાં નવીનતા તમે કોઈપણ રીતે લાવી શકો છો. પાર્ટનરને સરપ્રાઈઝ આપો. પુરુષો પોતાના વ્યસનની ટેવ છોડી શકે છે, પત્નીને કેન્ડલ લાઈટ કે મૂવી માટે લઈ જઈ શકે છે.
  • જો સંબંધમાંથી રોમાન્સ ગાયબ થઈ ગયો હોય તો ફરીજી જીવનમાં તેને લાવો. જરૂરી નથી કે મોંઘા ગિફ્ટ આપી અને પ્રેમ દર્શાવી શકાય. પ્રેમની લાગણી એકબીજા સાથે એકાંતની પળ માણીને પણ વ્યક્ત કરી શકાય છે. ફોન પર વાતો, ડેટ, મૂવી જોવા જવાના પ્લાન કરીને પણ પ્રેમભર્યો સમય માણી શકાય છે.
  • મનની વાત કહેવામાં ક્યારેય સંકોચ રાખવો નહીં. મનની  વાત કહી દેવાથી એકબીજા વચ્ચેનું બોંડિંગ મજબૂત થાય છે. આમ પણ સંબંધોમાં વાતચીત કરવી જરૂરી છે. જો મનની વાત મનમાં રહી જાય તો ક્યારેય મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
  • પોતાની ખુશી, સમસ્યા, ટેન્સન કોઈપણ વાત હોય તે પાર્ટનર સાથે શેર કરતા રહેવું. એકબીજા પર વિશ્વાસ કરી અને વાતની ચર્ચા કરવાથી સંબંધ મજબૂત થાય છે.
  • પોતે જ સ્માર્ટ છો તે વાત માની લેવાની ભુલ ન કરવી. પાર્ટનરને ક્યારેય ઓછા આંકી અને અપમાન ન કરવું. પાર્ટનર જેવા હોય તેવા તેને સ્વીકારો.
  • બંનેએ એકબીજાના કામમાં મદદ કરવી. જવાબદારી હોય કે ફરજ બંને પક્ષે સમાન હોય છે.
  • પાર્ટનરને પોતાના વર્તન કે વાણીથી હર્ટ ન કરવા. જો ભુલ થાય તો માફી માંગવામાં પણ સંકોચ ન કરો અને નક્કી કરો કે ભવિષ્યમાં આવી ભુલ કરશો નહીં.
  • સંબંધ ઉષ્માભર્યા રહે તે માટે ફિટનેસ પણ જરૂરી છે. શરીર સ્વસ્થ અને હેલ્ધી હશે તો સંબંધ પણ સારા રહેશે. ફિટનેસ સાથે સંબંધનો આનંદ માણવા માટે એકબીજા સાથે વોક, યોગ કે કસરત કરી શકાય છે. આ ઉપરાંત એકબીજાને ફિટનેસ ચેલેન્જ પણ કરી શકો છો.
  • પાર્ટનરની કોઈ વાત પસંદ ન આવે તો તેને વારંવાર ટોકવા કરતા તેને પ્રેમથી સમજાવો. સંબંધોની મજબૂતી માટે બંને વ્યક્તિએ થોડી બાંધછોડ કરવી પડે છે. તેથી પાર્ટનરના વ્યક્તિત્વને સમ્માન આપો અને તે જેવા છે તેવા સ્વીકારો.
  • સેક્સ લાઈફ સંબંધ પર સૌથી વધારે અસર કરે છે. પર્સનલ હાઈજીન તેમજ પાર્ટનરની જરૂરીયાતોનું ધ્યાન રાખવું. સેક્સને એક પ્રક્રિયા સમજી કરવા કરતાં તેને પ્રેમ દર્શાવવાનું માધ્યમ બનાવો. માહોલ અને મૂડ બનાવવા માટે બેડરૂમમાં ફેરફાર કરો, બેડ ડેકોર કરો જેથી રુટીન સેક્સ લાઈફમાં ફેરફાર થાય.

Read Also

Related posts

આરોગ્ય/ સવારે ઉઠતા વેંત ચા પીવાની છે આદત? આ નુકસાન જાણશો તો તરત જ છોડી દેશો આદત

Bansari

50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, 5 લાખ સુધી થશે કમાણી; સરકાર આપશે 40% સબસિડી

Damini Patel

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!