GSTV

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

ગરીબીમાં તો એ સંબંધો પણ તૂટી જતાં હોય જે ખાસ હોય છે, હજારો દોસ્ત મળે છે જ્યારે આપણી પાસે પૈસા હોય છે. જો કે, આવી કહેવતોને કેટલાય લોકો બદલી દેતા હોય છે. તેમાંથી જ એક છે ઈટાવા ભરથનાના સીઓના પદ પર તૈનાત ચંદ્રપાલ સિંહ. રક્ષાબંધનના દિવસે ડ્યૂટીમાં કરતી વખતે ઈટાવા તરફ જઈ રહ્યા હતા.

પોલીસે કહ્યું લે રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ

ત્યારે એ સમયે રસ્તામાં કિનારે પંચર બનાવતી એક યુવતીને જોઈ પોતાની ગાડી ઉભી રાખી અને પૂછ્યુ તે કોઈને આજે રાખડી બાંધી, તો યુવતીએ માયૂસ અવાજે કહ્યું મારે કોઈ ભાઈ નથી. એટલામાં તો સીઓ ગાડીમાંથી નીચે ઉતર્યા અને યુવતી પાસે દઈ પોતાના ખીસ્સામાં રહેલી રાખડી કાઢી આપી અને કહ્યું લે મને બાંધી દે. આજથી હું તારો ભાઈ છું, અને જીવન ભર તારી રક્ષા કરવાનું વચન આપુ છું. અચાનક આ રૂપમાં પોતાના ભાઈને જોઈ યુવતી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી, અને ભાઈના કાંડા પર રાખડી બાંધી.

આંખોમાં આંસૂ

ત્યાં હાજર લોકોએ આ નજારો જોઈ તેમની આંખોમાં પણ આંસૂ આવી ગયા. રાખડી બંધાવ્યા બાદ પોતાના ખિસ્સામાંથી શગૂન તરીકે થોડા રૂપિયા પણ આપ્યા અને આજીવન ખુશ રહેવાના આશિર્વાદ પણ આપ્યા. સીઓની સાથે આવેલા ડ્રાઈવરે પણ આ યુવતી પાસે રાખડી બંધાવી અને તેની રક્ષા કરવાનું વચન આપ્યું.

READ ALSO

Related posts

સરકારી હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી દવાઓ વધુ એક વખત ફેલ થતા ચકચાર

Nilesh Jethva

ખાનગી શાળાની દાદાગીરી: સ્કૂલ ફી ન ભરતા શિક્ષણમંત્રીની ભાણેજનું નામ હટાવી દીધું, થઈ જોવા જેવી

Pravin Makwana

રાજ્યના આ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં મફતમાં હેલમેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!