સ્વૈચ્છીક સંસ્થાઓ માટે ખુશ ખબર ચેરીટી સંસ્થાઓને ઓનલાઇન કરી દેવામાં આવી

રાજયની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ અને જાહેર ટ્રસ્ટને પડતી તકલીફોને દૂર કરવા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો હતો અને ચેરિટી સંસ્થાઓને ડીઝીટલ કરીને ઓનલાઈન કરી દેવામાં આવી હતી. રાજયના ગૃહમંત્રી જણાવ્યું હતું કે  રાજયમાં કુલ 3 લાખ 45 હજાર ટ્રસ્ટ અને સોસાયટીઓના વહીવટમાં પારદર્શકતા આવશે.

ઓનલાઇન માધ્યમથી હવે લોકો ઘરે બેઠા ટ્રસ્ટની કોઈ પણ માહીતીની જાણકારી મેળવી શકશે. છેલ્લા બે વર્ષથી રાજ્યની તમામ સંસ્થાનો ડેટા વેબસાઈટ પર મુકવામાં આવી રહ્યો છે અને હવે આ વેબસાઈટના માધ્યમથી લોકો તેમના ટ્રસ્ટ વિશેની તમામ જાણકારી સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter