GSTV

શા માટે ઉજવવામાં આવે છે ફ્રેન્ડશીપ ડે, જાણો શું છે તેની પાછળનું મહત્વ

દોસ્ત સિવાય જિંદગી સુની છે. જિંદગીને ખુશનુમાં બનાવવા માટે દોસ્તો મહત્વનો રોલ ભજવી જાય છે. એક સાચો દોસ્ત ખુશી, દુઃખ, જીવનના દરેક ડગલે સાથ નિભાવે છે. આ દોસ્તીના પવિત્ર બંધનને મનાવવા માટે દોસ્તોને ધન્યવાદ કરવા માટે દેશમાં દરવર્ષે ઓગષ્ટના પહેલા રવિવારના રોજ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે 2 ઓગષ્ટના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવશે. જીવનમાં કેટલીક વાતો આપણે આપણા માતા-પિતા સાથે પણ શેર નથી કરતા પરંતુ દોસ્તોને કરીએ છીએ. એ માટે આ બંધન વધારે ખાસ થઈ જાય છે. કેટલીક વખત મુસીબતમાં દોસ્તો સહારો બને છે, સંભાળી લે છે અને નવી ઉર્જા આપે છે.

શા માટે મનાવવામાં આવે ફ્રેન્ડશીપ ડે

લોકોની વચ્ચે પ્રેમ, બંધુત્વ અને શાંતિમાં વધારો કરવાના ઉદેશથી મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજનાસમયમાં જ્યારે લોકો પાસે ખુદ માટે સમય નથી ત્યારે તેનું મહત્વ વધી જાય છે. આ દિવસોમાં લોકો પોતાના મિત્રને યાદ કરે છે. તેની સાતે વિતાવેલી પળોને પણ યાદ કરે છે. અને તેનાથી તેના ચહેરા ઉપર મુસ્કાન આવે છે.

કેવી રીતે થઈ શરૂઆત

કહેવામાં આવે છે કે હોલમાર્ક ગ્રીટિંગના ફાઉન્ડર જોએસ હાલે 1930માં આ દિવસને દોસ્તોના નામે સમર્પીત કર્યો છે અને પોતાના દોસ્તોની સાથે ગ્રીટિંગ કાર્ડ્સ અને ભેટની પણ અદલા બદલી કરી હતી. ત્યારથી આ દિવસને ઉજવવામાં આવે છે. તેના સિવાય એવું પણ માનવામાં આવે છે કે, 1935માં એમેરિકામાં એક વ્યક્તિના મોત બાદ જ્યારે તેના દોસ્તે આત્મહત્યા કરી લીધી ત્યારે સરકારે આ દિવસને મિત્રતાના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી.

દોસ્તોને કેવી રીતે મહેસુસ કરાવશો કે તે ખાસ છે

સામાન્ય રીતે પોતાના જ દોસ્તોને સારૂ મહેસુસ કરાવવું જોઈએ. પરંતુ ફ્રેન્ડશીપ ડે તે ખાસ મોકો છે. જ્યારે દોસ્તી ઉપર પ્રાઉડ ફિલ કરાવી શકો છો. અને તેની સાથે વિતાવેલી પળોને યાદ કરો છો. આ દિવસને ખાસ બનાવવા માટે તમારા મિત્રને ઓનલાઈન ભેટ મોકલાવી શકો છો. આ ઉપરાંત વિડીયો કોલ્સ અને ચેટ્સનો સહારો પણ લઈ શકાય છે.

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!