Happy Diwali 2018: અંધારામાં સારી તસ્વીરો ખેંચવા અપનાવો આ પદ્ધતિ

7 નવેમ્બરે દિવાળી આજે છે અને આશા છે કે તમે તમારા ઘરનું ડેકોરેશન શરૂ કરી દીધુ હશે. દિવાળી દરમ્યાન આપણે દિવા પ્રગટાવીએ છીએ અને રંગબેરંગી આતશબાજી કરીએ છીએ અને સારા ફોટા પણ પાડીએ છીએ. દિવાળી રાતમાં મનાવવામાં આવે છે, પરંતુ એવામાં લાઈટિંગ ઓછી હોવાથી તમે સારી તસ્વીરો ક્લિક કરી શકતા નથી. પરંતુ હવે તમારે તેના માટે પરેશાન થવાની જરૂર નથી. અમે તમને કેટલીક એવી પદ્ધતિ બતાવીશું, જેનાથી તમે પોતાના ફોનથી રાત્રે પણ સારી અને સ્વચ્છ ફોટો ક્લિક કરી શકશો. આ સિવાય અમે તમારી સેલ્ફી માટે એક એવી એપ બતાવીશું, જેનાથી તમે સારી તસ્વીરો ક્લિક કરી શકશો.

ખરેખર અંધારામાં સારી તસ્વીરો ક્લિક કરવા માટે તમારે તમારા ફોનમાં લાગેલા કેમેરામાં જઈને ત્રણ સેટિંગ કરવા પડશે. સૌપ્રથમ તમારે તમારો ફોનનો અપર્ચર બરાબર કરવો પડશે, જેનાથી તમે ફોટોને બ્લર કરી શકશો. ત્યારબાદ તમારે આઈએસઓ (ISO) લગભગ 800 પર કરવો પડશે, ઉલ્લેખનીય છે કે કેમેરામાં લાગેલા ISOનો ઉપયોગ ઓછી લાઈટિંગમાં સારી તસ્વીરો ક્લિક કરવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ તમને શટરસ્પીડ 1/200th second, 1/100th પર રાખવુ પડશે. જોકે, ફોટો ક્લિક કરતી વખતે લાઈટિંગ ખૂબ જ ઓછી છે અને આતશબાજીને કારણે વધારે ધૂંધળુ છે તો તમે ISOનું સ્તર પણ વધારી શકો છો.

તો આતશબાજીને શૂટ કરવાનું ઈચ્છી રહ્યાં છો તો તેના માટે ડીએસએલઆર (DSLR) બેસ્ટ ચૉઇસ બની શકે છે, કારણકે તેમાં એક્સપોઝર અને રંગોનું બેલેન્સ સારી રીતે કરવામાં આવે છે. પરંતુ જો તમે સ્માર્ટફોનથી આતશબાજીને શૂટ કરવા ઈચ્છો છો તો તમારે તેના માટે ઘણી ધીરજ રાખવી પડશે. જેના માટે તમારે તમારા સ્માર્ટફોનને એક જગ્યાએ સ્થિર કરવો પડશે, જેનાથી તમે આતશબાજીની તસ્વીરો સારી ખેંચી શકશો.

સેલ્ફી માટે અપનાવો આ પદ્ધતિ સેલ્ફીના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને ફોન નિર્માતા કંપનીઓ લાજવાબ કેમેરા ક્વોલિટીની સાથે ફોન લૉન્ચ કરી રહી છે, પરંતુ જો તમારા ફ્રન્ટ કેમેરાની ક્વોલિટી એટલી સારી નથી તો તમારે પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી નાઈટ સેલ્ફી કેમેરા એપને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તમારી સામે કેમેરો ઓપન થઈ જશે, કેમેરો ઓપન થયા બાદ ઉપર તરફનો ફ્રન્ટ કેમેરો, બેક કેમેરો અને સેટિંગના ચાર ઓપ્શન આવશે, જેનાથી સેટિંગ કરી તમે સારી ફોટો ક્લિક કરી શકો છો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter