GSTV

લગ્ન વગર તુષાર કપૂરે સરોગેસીથી સિંગલ પેરેન્ટ બનીને આપી હતી સરપ્રાઈઝ, જન્મદિવસ પર જાણો ખાસ વાતો

જમ્પિંગ જેકના નામથી હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા જીતેન્દ્ર અને શોભા કપૂરના પુત્ર તુષાર કપૂરે ભલે કદાચ તેની ફિલ્મી કારકિર્દીમાં પોતાના પિતા જેટલી ખ્યાતિ મેળવી ન હોય પરંતુ તેના અંગત જીવનમાં લીધેલા એક હિંમતભર્યા નિર્ણયથી તેને તેની પેઢીના અન્ય સ્ટાર્સથી અલગ ઉભો કરી દીધો. 2016માં કુંવારા તુષારે સરોગસી દ્વારા સિંગલ પેરેન્ટ્સ બનવાનું પગલું ભરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

આ કદાચ પહેલો જાણીતો કેસ

મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં એકલા માતાપિતાના ઘણા કિસ્સા હશે પરંતુ લગ્ન કર્યા વિના સરોગસી દ્વારા પિતા બનવાનો આ કદાચ પહેલો જાણીતો કેસ છે. જોકે ત્યારબાદ તેની મોટી બહેન એકતા કપૂરે પણ તેના ભાઇના પગલાંને અનુસરીને આઈવીએફ દ્વારા સિંગલ માતા બનવાનું નક્કી કર્યું. તુષારના પુત્રનું નામ લક્ષ્ય છે જ્યારે એકતાના પુત્રનું નામ રવિ કપૂર છે.

તુષાર ફિલ્મોમાં કેન્દ્રીય ભૂમિકામાં દેખાયો

20મી નવેમ્બર 1976માં જન્મેલા તુષારે પોતાની ફિલ્મી કારકિર્દી 2001માં આવેલી ફિલ્મ ‘મુઝે કુછ કહેના હૈ’થી કરી હતી, જેમાં કરીના કપૂર તેની હિરોઈન હતી અને સતિષ કૌશિક દિગ્દર્શક હતા. થોડા વર્ષો સુધી તુષાર ફિલ્મોમાં કેન્દ્રીય ભૂમિકામાં દેખાયો, પરંતુ વ્યવસાયિક સફળતા ન મળતાં તે સહાયક ભૂમિકા તરફ વળ્યો અને આ ફિલ્મોમાં તે અત્યંત લોકપ્રિય અને સફળ રહ્યો.

જેણે તુષારની કારકિર્દી બદલી નાખ્યો

જ્યાં સુધી તુષાર તેની ફિલ્મોમાં વાતચીત કરતો રહ્યો ત્યાં સુધી તેને ઇચ્છિત સફળતા મળી નહીં, પરંતુ જેવું તુષારે મૌન ધારણ કર્યું ત્યારબાદ જ તે અત્યંત સફળ થયો. વાત કરી રહ્યા છીએ રોહિત શેટ્ટીની અત્યંત સફળ ફ્રેન્ચાઇઝી ‘ગોલમાલ’ની જેણે તુષારની કારકિર્દી બદલી નાખી. તેમાં તેણે મૂંગાનો રોલ કર્યો હતો અને તે રોલને લોકો આજ સુધી ભૂલી નથી શક્યા.

READ ALSO

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!