GSTV

બર્થ ડે : તાપસી પન્નુ આ ખેલાડીને ડેટિંગ કરી રહી છે, રિલેશન અંગે આ વાત કરી

બોલિવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરનારી તાપસી પન્નુનો આજે જન્મ દિવસ છે. 1987ની પહેલી ઓગસ્ટે તેનો જન્મ દિલ્હીના એક સિખ પરિવારમાં થયો હતો. તાપસીના પિતા દિલમોહનસિંઘ એક બિઝનેસમેન છે. તેની લાઇફ સાથે સંકળાયેલી કેટલીક વાતો જાણીએ.

જાણો તાપસી પન્નુની અંગત વાતો

  • તાપસીને તેના ઘરમાં બધા પ્રેમથી મેગી કહીને બોલાવે છે.
  • આઠ વર્ષની વયે જ તાપસીએ ભારતનાટ્યમ અને કથ્થક શીખવાનું શરૂ કરી દીધું હતું. તેણે આઠ વર્ષ સુધી આ તાલીમ લીધી હતી.
  • તાપસી એક સારી સ્ક્વોશ પ્લેયર પણ છે.
  • તાપસીએ તેનું શિક્ષણ દિલ્હીમાં માતા જય કૌર પબ્લિક સ્કૂલમાં લીધું હતું.
  • તેણે ગુરુ તેગ બહાદૂરસિંઘ ઇન્સ્ટીટ્યૂટ એન્ડ ટેકનોલોજીમાં કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું હતું.
  • તાપસીએ ટેલેન્ટ શો ગેટ ગોર્જિયસ માટે ઓડિશન ટેસ્ટ આપ્યો અને પસંદ થઈ ગયા બાદ તેણે મોડેલિંગમાં કરિયર આગળ ધપાવ્યું.
  • તાપસીએ ઘણી ઇન્ટરનેશનલ કંપનીઓ માટે મોડેલિંગ કર્યું હતું જેમાં કોકાકોલા, મોટોરોલા, પેન્ટાલુન, પીવીઆર સિનેમા, ડાબર, એરટેલ, ટાટા ડોકોમો વિગેરેનો સમાવેશ થાય છે.
  • 2010માં તેણે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતુ. 2013માં ચશ્મે બદ્દુરથી તે બોલિવૂડમાં પ્રવેશી હતી.

રિલેશનશિપ

તાપસીએ તાજેતરમાં જ કબૂલ્યું હતું કે તે બેડમિન્ટન ખેલાડી મથાયસ બો સાથે ડેટિંગ કરી રહી છે. તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે હું કોઈથી છુપાવવા માગતી નથી. મને ગર્વ છે કે હું ડેટિંગ કરી રહી છું.

Related posts

WhatsApp થકી બિઝનેસ કરનારને લાગશે મોટો ઝટકો, કંપની જલ્દી બિઝનેસ એકાઉન્ટ પર વસુલશે ચાર્જ

Ankita Trada

કોંગ્રેસે સરકારના દારૂબંધી ના દાવાની પોલ ખોલી, સ્કૂલ પાસે જ દેશી દારૂની પોટલી અને વિેદેશી દારૂની બોટલ મળી આવતા ચકચાર

Nilesh Jethva

મંગળ ગ્રહ માટે દરરરોજ ઉડશે બે ફ્લાઈટ્સ! આ કંપનીએ બનાવી છે યોજના

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!