GSTV

મલાઈકા મામલે અરબાઝે કર્યા મોટા ખુલાસા, એમ જ સંબંધો નથી થયા પૂરા

બોલિવૂડ એક્ટર, દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાનનો આજે જન્મદિવસ છે અને તે 53 વર્ષનો થઈ ગયો છે. અરબાઝ એક અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. અરબાઝ ખાને 1996માં આવેલી ફિલ્મ ‘દરાર’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેની સાથે અભિનેત્રી તરીકે જૂહી ચાવલા હતી. આ ફિલ્મ માટે અરબાઝ ખાનને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

1998માં મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા

આમ તો અરબાઝના જીવનમાં ઘણી ઘટનાઓ બની છે પરંતુ તેના 18 વર્ષ જૂના લગ્નજીવનનો અંત એ સૌથી મોટી ઘટના હતી. અરબાઝ ખાને 1998માં અભિનેત્રી મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2002માં તેમના પુત્ર અરહાનનો જન્મ થયો પરંતુ લગ્નના લગભગે 18 વર્ષ બાદ 2016ની 28મી માર્ચે તેમણે ફેન્સને જાણકારી આપી કે તેઓ અલગ થઈ રહ્યા છે.

તેને માતાની જરૂર હતી

અરબાઝે મલાઇકા સાથે ડિવોર્સ અંગે કહ્યું – કેટલીક ચીજો એવા વળાંક પર પહોંચી ગઈ હતી કે આ મામલે વહેલામાં વહેલી તકે રસ્તો શોધવો જરૂરી બન્યો હતો. જોકે, મેં બગડેલી ચીજોને સુધારવાનો ઘણો પ્રયત્ન કર્યો હતી પરંતુ હું તેને હેન્ડલ કરી શક્યો નહીં. મારો પુત્ર તે સમયે 12 વર્ષનો હતો અને તે આ બધી બાબતો સમજવા લાગ્યો હતો. તેને ખબર હતી કે શું ચાલી રહ્યું છે. અમારે તેને કાંઈ સમજાવવું પડ્યું ન હતું. અરબાઝે કહ્યું હતું કે, હું હંમેશા મારા પુત્રની સાથે છું. મલાઈકાને અમારા પુત્રની કસ્ટડી મળી હતી અને હું આ બાબતે લડવા માગતો ન હતો કેમ કે મને ખબર પડી કે તે હજી નાનો હતો અને તેને માતાની જરૂર હતી.

READ ALSO

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!