GSTV
Home » News » ગુજરાતમાં જન્મેલી આ હોટ એક્ટ્રેસનાં સાઉથમાં છે 3 મંદિર, આ ફિલ્મમાં ‘કટપ્પા’ સાથે આપી ચૂકી છે બોલ્ડ સીન

ગુજરાતમાં જન્મેલી આ હોટ એક્ટ્રેસનાં સાઉથમાં છે 3 મંદિર, આ ફિલ્મમાં ‘કટપ્પા’ સાથે આપી ચૂકી છે બોલ્ડ સીન

10 મે, 1981ના રોજ ગુજરાતમાં જન્મેલી નમિતા સાઉથ સિનેમામાં જાણીતું નામ છે. સૂરતમાં જન્મેલી આ એક્ટ્રેસને ખરી ઓળખ સાઉથમાં મળી છે. તેણે કરિયરની શરૂઆત તેલુગૂ ફિલ્મ ‘સોન્થમ’થી કરી હતી. ત્યારબાદ તેણે તમિળ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેના બોલ્ડ અંદાજના કારણે દર્શકો હંમેશાં તેના દિવાના રહ્યા છે. સાઉથમાં રજનીકાંતને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે નમિતા સાઉથ ઇન્ડસ્ટ્રીની એકમાત્ર એવી એક્ટ્રેસ છેમ જેને દેવી સ્વરૂપ માનવામાં આવે છે અને તેનાં 3 મંદિર પણ છે. નમિતાની પહેલી મૂર્તિ તમિલનાડૂના તિરૂવનલવેલીમાં છે. આ સિવાય પણ બીજાં બે મંદિર છે નમિતાનાં.

નમિતા સાઉથના લગભગ બધા જ મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. આ સિવાય તે કમલ હસને હોસ્ટ કરેલ રિયાલિટી શો બિગ બૉસમાં પણ જોવા મળી હતી. એકવાર તો નમિતાના એક ફેને તેને કિડનેપ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળ નહોંતો થઈ શક્યો. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, તે નમિતાનો બહુ મોટો ફેન હતો એટલે તે નમિતાને પોતાની સાથે લઈ જવા ઇચ્છતો હતો.

2001માં મિસ સૂરત રહ્યા બાદ નમિતા 2001માં મિસ ઇન્ડિયાની રનરઅપ પણ રહી ચૂકી છે.

24 નવેમ્વર, 2017ના રોજ નમિતાએ તેના બૉયફ્રેન્ડ અને પ્રોડ્યૂસર વીરા ઉરોહ વીરેન્દ્ર ચૌધરી સાથે તિરૂપતિના ઇસ્કૉન મંદિરમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ એકવર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને ત્યારબાદ લગ્ન કરી લીધાં. બંનેનાં લગ્નમાં ગણતરીના મહેમાન જ હાજર હતાં.

અત્યારે નમિતા ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. પહેલાં તે ઘણી હેલ્ધી લાગતી હતી, હવે થોડી શેપમાં આવી ગઈ છે.

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!