જ્યારે રીઆલિટી શો ‘સા રે ગા મા પા’માં જોઈને શ્રેયા ઘોષાલને ભણસાલીએ ‘દેવદાસ’માં ગાવાની આપી હતી તક

સુરોની મલ્લિકા શ્રેયા ઘોષાલ ગાયિકીના ક્ષેત્રમાં એક એવુ નામ છે, જેઓ ખૂબ જ નાની ઉંમરમાં પ્રસિદ્ધીની ઉંચાઈઓ પર ગયા છે. શ્રેયાએ અત્યાર સુધી 200થી વધુ ફિલ્મોના ગીતોને પોતાના સુરોથી સજાવ્યા છે. પોતાની જાદુઈ અવાજ માટે ઘણાં એવોર્ડ જીતેલી આ ગાયિકાના નામે એક એવી સિદ્ધી નોંધાયેલી છે, જે ભારત રત્ન લતા મંગશેકર, આશા ભોશલે, અલકા યાજ્ઞિક, અનુરાધા પોંડવાલ જેવા દિગ્ગજોના નામે પણ નથી. ખરેખર, શ્રેયા ઘોષાલ પહેલી એવી ભારતીય ગાયિકા છે, જેમના મોમના પુતળાને મેડમ તુસાદના સંગ્રહાલયમાં લગાવવામાં આવ્યું છે. શ્રેયાનો જન્મદિવસે (12 માર્ચ) તેમના જીવન સાથે જોડાયેલા કેટલાંક રસપ્રદ કિસ્સા સાંભળીએ છીએ.

શ્રેયાનો જન્મ 12 માર્ચ 1984ના રોજ રાજસ્થાનના રાવતભાટામાં થયો હતો. શ્રેયાના પિતા ભાભા પરમાણુ અંસુધાન કેન્દ્રમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એન્જિનિયરના રૂપમાં કામ કરે છે, જ્યારે તેમની માતા સાહિત્યની પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને ઘર સંભાળે છે.

શ્રેયા જ્યારે લગભગ ચાર વર્ષની હતી ત્યારથી તેણી હારમોનિયમ પર પોતાની માતાની સાથે સંગીત શીખતી હતી.

મહત્વનુ છે કે, આ બાબતથી સૌ કોઈ માહિતગાર હશે કે ગાયિકાએ બૉલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘દેવદાસ’થી કરી હતી. પરંતુ આ બાબત ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે સંજય લીલા ભણસાલીએ નહીં, પરંતુ ફિલ્મ મેકરની માતા લીલા ભણસાલીએ ટીવી શો ‘સા, રે, ગા, મા, પા’ શો પર ગીત ગાતા જોઈ હતી.

View this post on Instagram

Caption this!

A post shared by shreyaghoshal (@shreyaghoshal) on

માતાના કહેવા પર ભણસાલીએ શ્રેયાને ગાવા માટે બોલાવી અને ત્યારબાદ શ્રેયાના ભાગમાં ‘બૈરી પિયા’ ગીત આવ્યું. ત્યારબાદ તો સૌ કોઈ જાણે છે કે આજે શ્રેયા ક્યા સ્ટેજ પર છે.

ગાયિકીમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરનાર શ્રેયાને એક્ટિંગમાં રસ નથી. તેમણે એક ઈન્ટરવ્યૂ દરમ્યાન કહ્યું હતું કે તેમની અંદર એક્ટિંગનો કીડો નતી. બાળક કાચની સામે ઉભા રહીને બાળપણમાં એક્ટિગ કરતા હતા, ત્યારે તેઓ કાચમાં જોઈને ગીત ગાતી હતી. તેઓ માને છે કે મ્યુઝીકની સાથે એક્ટિંગ કરું છું. કોઈ આલ્બમ અથવા વીડિયોમાં ફીચર કરવુ યોગ્ય નથી, પરંતુ ફિલ્મ માટે તેમનામાં ધીરજ નથી.

લતા મંગેશકરને પોતાના આદર્શ માનતી શ્રેયા ઘોષાલે હિંદી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ગુજરાતી, મરાઠી અને ભોજપુરી ભાષાઓના ગીતોમાં પોતાની અવાજ આપી છે.

અત્યાર સુધી શ્રેયાને ચાર ફિલ્મફેર એવોર્ડ, ચાર નેશનલ એવોર્ડ અને બે સાઉથ ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter