GSTV
Home » News » વનપ્રેમીઓ આનંદો: ગીર જંગલમાં સિંહબાળની સંખ્યામાં વધારો, આટલા નવા સિંહબાળ નોંધાયા

વનપ્રેમીઓ આનંદો: ગીર જંગલમાં સિંહબાળની સંખ્યામાં વધારો, આટલા નવા સિંહબાળ નોંધાયા

Asiatic lions Gujarat

પર્યાવરણ પ્રેમીઓ માટે આનંદનાં સમાચાર છે. એશિયા ખંડમાં એક માત્ર ગુજરાતમાં વસતા એશિયાટીક સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ભૂતકાળમાં બિમારી સબબ સિંહોનાં મોત, ટ્રેન નીચે કપાઇ જવાના કારણે સિંહોનાં મોત થવાની સંખ્યામાં વધારો થયો હતો.જેથી તમામ માટે ચિંતાનો વિષય બન્યો હતો.

સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. કેનાઇન ડિસટેમ્બર નામક વાઇરસને કારણે દલખાણીયા રેન્જમાં એકીસાથે 24 સિંહોના મોત થતા સિંહોની સંખ્યા ઘટી હતી. 2015માં સિંહોની સંખ્યા 511 નોંઘાઇ હતી જે 2019માં વધીને 600 જેટલી થઇ હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે. વનવિભાગનાં સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બૃહદ ગીરમાં 60 જેટલા સિંહ બાળ નોંધાયા છે.

વનવિભાગની સિંહ સંરક્ષણની કામગીરી રંગ લાવી છે. અમરેલી બૃહદ ગીર, ધારી ગીર, પૂર્વ જૂનાગઢ, સોમનાથ સહિત ભાવનગર સુધી સિંહોનો વસવાટ છે. ઉલ્લેખનિય છે કે સિંહો પહેલા માત્ર જંગલમાં જ જોવા મળતા હતા પરંતુ માલધારીની સંખ્યા ઘટતા શિકારની શોધમાં સિંહો જંગલોની બહાર નિકળી રહ્યા છે. ગીરના ગામડાઓમાં સિંહો વસવાટ કરતા થયા હતા પરંતુ હવે ભાવનગર તરફ પણ સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur

સલમાનનો શર્ટલેસ અવતાર જોઇને ધબકારો ચુકી જશો, દબંગ-3માં સનસની મચાવવા તૈયાર છે ચુલબુલ પાંડે

Bansari

કાશ્મીર મામલે ઈમરાનને તમાચો, મુસ્લિમ રાષ્ટ્રો એ જ સાથ ન આપ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!