GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

B’Day Special: દર્શકોને પેટ પકડીને હસાવતી ભારતી સિંહનો આજે જન્મદિવસ, આ મહિલા કોમેડિયનો પણ કંઈ કમ નથી

કહેવાય છે કે, માણસને હસાવવું ઘણુ અઘરુ છે. પણ આ મુશ્કેલ કામને આસાન બનાવી રહી છે અમુક મહિલા કોમેડિયન. જે પોતાના મજેદાર વાતો, ગજબની અદાઓના માધ્યમથી દર્શકોનું મનોરંજન કરાવે છે. બોલિવૂડ ઉપરાંત નાના પડદાઓ પર પણ આજે મહિલા કોમેડિયન પણ પોતાની અલગ અલગ ઓળખાણ બનાવી રહી છે. પછી તે ભલે કોમેડી ક્વિન ભારતી સિંહ હોય, જેમી લીવર હોય કે પછી સુગંધા મિશ્રા હોય.

ભારતી સિંહ

ભારતમાં જ્યારે પણ કોઈ સ્ટેન્ડ અપ મહિલા કોમેડિયનનું નામ લેવાય ત્યારે સૌથી પહેલા આપણને ભારતી સિંહનું નામ યાદ આવે. આજે ભારતી સિંહનો 36મો જન્મ દિવસ છે. એક સમય હતો, જ્યારે ભારતી સિંહ ટીવીના નાના પડદા પર લલ્લીના નામે ઓળખાતી હતી. જ્યારે આજે મશહૂર ભારતી સિંહ પોતાની આગવી અદા અને અલગ પ્રકારની વાતોથી લોકોમાં ખાસ્સી પ્રખ્યાત થઈ ગઈ છે. તેના પ્રખ્યાત શોમાં દ ગ્રેટ ઈંડિયન લાફ્ટર ચેલેન્જ, કોમેડી સર્કસ, કોમેડી સર્કસ કે સુપરસ્ટાર અને કોમેડી સર્કસ કા જાદૂ, જૂબિલી કોમેડી સર્કસ, કોમેડી સર્કસ કે તાનસેન, કોમેડી સર્કસ કા નયા દૌર, જેવા શોમાં પોતાની વાતોથી દર્શકોને હસવા મજબૂર બનાવે છે. આ ઉપરાંત ટીવીમાં અનેક રિયાલીટી શોમાં પણ તે દેખાઈ છે. તેણે અનેક બોલિવૂડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

ઉરૂજ અશફાક

ઉરૂજ અશફાક કોમેડિયન ઉપરાંત એક રાઈટર તરીકે પણ પ્રખ્યાત છે. ઉરૂજ સિરીયસ વાતોને પણ એવી રીતે રજૂ કરે છે, લોકો હસવા મજબૂર બની જાય છે. 2017માં ટીએલસીના કીસ ઓફ કોમેડીમાં બીજા નંબરે રહ્યા બાદ દર્શકોમાં તેનુ નામે પોતાની આગવી જગ્યા બનાવી લીધી હતી. તેમની એક ખાસિયત છે કે, તે ખૂબ જ આસાનીથી દર્શકોને વચ્ચે હાસ્ય અને જોક્સની સાથે સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓને પણ ઉઠાવતી રહે છે. દર્શકોને હાસ્યની સાથે સાથે વિચારવા મજબૂર કરે છે.

સુગંધા મિશ્રા

પંજાબના જાલંધરમાં જન્મેલી સુગંધા મિશ્રા કોમેડીની દુનિયામાં ખૂબ જ જાણીતુ નામ છે. તે ટીવીની દુનિયામાં એક મલ્ટિટેલેન્ટેડ સ્ટાર કહેવાય છે. સારેગામાપા સિંગિગ સુપરસ્ટારની ફાઈનલીસ્ટ રહી ચુકેલી સુંગધા કોમેડી અને મિમિક્રીમાં મહારત હાંસલ કરેલી છે. ખાસ કરીને લતા મંગેશકરની મિમિક્રી કરીને તે ખાસ્સી પ્રખ્યાત થઈ ગઈ હતી. સુગંધા એક સંગીતકાર પરિવાર સાથે નાતો ધરાવે છે. ગાયકી અને મિમિક્રીની સાથે સાથે તે મોટા શો પણ હોસ્ટ કરે છે. અભિનય પણ કરે છે. કોમેડી તેના સ્વભાવમાં છે. કોમેડિયનની સાથે સાથે તે ગ્રેટ લાફ્ટર શોમાં દર્શકોનો ખૂબ પ્યાર મેળવ્યો હતો, ત્યાર બાદ તે કપિલ શર્મા શોમાં પણ નજર આવી હતી.

જૈમી લિવર

જોની લિવર બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન છે. તેમની જ દિકરી પિતાના પગલે પગલે ચાલી રહી છે. જૈમીનું સ્ટેન્ડ અપ કોમેડિયનમાં સારુ એવુ નામ છે. તેનો જન્મ 10 ડિસેમ્બર 1980માં થયો હતો. જૈમીએ પોતાની કરિયરની શરૂઆત 2012માં લંડન બેસ કંપનીની માર્કેટિંગ એગ્જિક્યૂટિવ તરીકે કરી હતી. આ દરમિયાન તેણે મુંબઈમાં અનેક શોમાં સ્ટેન્ડ અપ કોમેડી પણ કરી. સાથે સોની ટીવીના કાર્યક્રમ કોમેડી સર્કસ કે મહાબલીમાં પણ દર્શકોને હસાવતી જોવા મળી હતી. ઉપરાંત તે કપિલ શર્માના શોમાં પણ જોવા મળતી હતી.

અદિતિ મિત્તલ

અદિતી મિત્તલ એક ભારતીય સ્ટેન્ડ અપ કોમેડિયન છે. પણ તેનો પરિચય ફક્ત આટલો જ નથી. કોમેડિયનની સાથે સાથે તે એક અભિનેત્રી અને લેખક પણ છે. ભારતમાં સ્ટેન્ડ અપ કોમેડી કરનારી મહિલાઓમાંથી એક અદિતી મિત્તલને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો ભારતનો 10 સ્ટેન્ડ અપ કોમેડિયનમાંની એક છે.

READ ALSO

Related posts

રવિવારે 8.5 કરોડ લોકોના ખાતામાં આવશે 17000 કરોડ રૂપિયા, જાણો મોદી સરકારની આ યોજના વિશે

Arohi

અરવલ્લી જિલ્લાની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને રિયાલીટી ચેક, જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

Nilesh Jethva

પ્રેક્ષકોને પ્રવેશ મળી શકશે તો બોક્સિંગ ડે ટેસ્ટ મેલબોર્નમાં જ રમાશે !

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!