GSTV
Home » News » Happy Birthday Asha Bhosle : ગુજરાતી ગીતો અને ગરબા તો આશાજી વિના અધૂરા છે..

Happy Birthday Asha Bhosle : ગુજરાતી ગીતો અને ગરબા તો આશાજી વિના અધૂરા છે..

આજે આશા ભોંસલેનો જન્મદિવસ છે. અને આશા ભોંસલેનું ગુજરાતી કનેક્શન એ છે કે તેમની માતા ગુજરાતી છે. એક સમયે ગુજરાત આવેલા ત્યારે આશા ભોંસલેએ અવિનાશ વ્યાસ દ્વારા રચયિત તાડીમાં કંકૂ વેરાય આલ્બમનું વિમોચન કર્યું હતું.

આ વિમોચન પ્રસંગે લાગણીશીલ અવાજમાં આશાજી બોલ્યા હતા કે, ”મારા પિતા મરાઠી અને મારી માતા ગુજરાતી છે. તેમના પ્રેમલગ્ન હતા. પણ આ વિશે અમે વધારે પૂછી ન શક્યા. ગુજરાત આવવું મને સારું લાગે છે. મારા નાનાનું ઘર હોય તેવી અનુભૂતિ થાય છે.”

 

આશા ભોંસલેના પિતા દિનાનાથ મંગેશકરે બે લગ્ન કર્યા હતા. 1922માં નર્મદા બેન લાડની સાથે તેમના લગ્ન થયેલા. નર્મદા બેન થલનેરના શેઠ હરિદાસ રામદાસ લાડની દિકરી હતા. લગ્ન બાદ તેમનું નામ શ્રીમતી કરી દેવામાં આવ્યું.

 

નર્મદા બેનનું તો અકાળે અવસાન થયું. ત્યારે દિનાનાથે બીજા લગ્ન કર્યા શેઠ હરિદાસની દિકરી શેવંતીબેન સાથે. દિનાનાથ અને શેવંતીની પાંચ સંતાનો થઇ. જેમાં ચાર દિકરીઓ. લતા, આશા, મીના અને ઉષા જ્યારે એક દિકરાનું નામ હ્રદયનાથ.

આજે પણ આશા ભોંસલેના કંઠે ગવાયેલા ગીતો સાંભળવાની મઝા જ કંઇક અનેરી છે. અવિનાશ વ્યાસ અને આશાજીની જોડીએ ગુજરાતીમાં સુમધુર ગીતો આપ્યા જે આજે પણ સાંભળો તો ફ્રેશ લાગ્યા વિના નહીં રહે. 1976માં ગાયેલું છાનું રે છપનું કાંઇ, 1976માં ગાયેલું તારી વાકી રે પાઘલડીનું ફુમતુ, 1976નું તાળીમાં કંકુ વેરાયા આલ્બમનું સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિંયા તો આજે પણ ક્લાસિક ગીત છે.

 

આ સિવાય અઢળક ગીતોને આશાજીનો સ્વર મળ્યો તેવું કહેવું તેમાં કોઇ અતિશ્યોક્તિ નથી. હા લતા મંગેશકરને આપણે સરસ્વતી સાથે સરખાવીએ છીએ પરંતુ આશાજી હિટ ગીતો આપવાના મામલામાં પોતાના બહેનથી જરા પણ પાછળ નથી રહ્યા.

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!