GSTV
India News ટોપ સ્ટોરી

કહી ખુશી કહી ગમ / મહારાષ્ટ્રમાં ઠાકરેના રાજીનામાં બાદ ભાજપમાં ખુશીનો માહોલ, ફડણવીસને મોં મીઠું કરાવ્યું

સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ સરકારને મોટો ફટકો પડ્યા પછી સોશિયલ મીડિયા પર આવીને ઉદ્ધવ ઠાકરેએ ટેકો આપવા બદલ સોનિયા ગાંધી અને શરદ પવારનો આભાર માનીને ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. વિધાનસભાના સભ્ય પરિષદ પરથી પણ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેના નિર્ણય બાદ મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રીને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે જ્યારે શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેના ઘર બહાર ફટાકડા ફોડીની ઉજવણી કરવામાં આવી રહી છે.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠક બોલાવી હતી જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે ઔરંગાબાદનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદ હવે સંભાજી નગર તરીકે ઓળખાશે. બુધવારે બોલાવવામાં આવેલી કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આવતીકાલે ફ્લોર ટેસ્ટનો આપ્યો હતો. પરંતુ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યા વગર જ ઉદ્ધવએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે.

READ ALSO

Related posts

મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ

Zainul Ansari

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk
GSTV