GSTV

શું થયું જ્યારે બે કારને ટેપથી ચોટાડીને એકી સાથે ચલાવી, જોવા જેવો છે આ વીડિયો

તમે અત્યારસુધીમાં કારને ટો કરવાના માધ્યમથી એક બીજાની સાથે ચલાવીને તો જોઈ હશે. તેના માટે એક મજબુત દોરડુ કે લોખંડના કેબલ વિગેરેનો પ્રયોગ કરવામાં આવે છે. જેના કારણે એક ગાડી બીજી ગાડીને સરળતાથી ખેંચી શકે છે. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે, બે કારને એકીસાથે સેલોટેપથી ચોટાડીને એકી સાથે જ ચલાવી શકાય. જો તમે તે નથી જોયું તો અમે આજે તમને તે દેખાડવા જઈએ છીએ.

યુટ્યુબ ઉપર ધુમ મચાવી રહ્યો છે આ વીડિયો

આ વીડિયોને ક્રેઝી એક્સવાયઝેડ દ્વારા યુટ્યુબ ઉપરઅપલોડ કરવામાં આવ્યો છે. જો કે ક્રેઝી વીડિયો આવા વીડિયો બનાવવા માટે પ્રખ્યાત છે. આ વખતે તેમની ટીમે બે મારૂતિ વેગનઆર કારને સેલોટેપની મદદથી ચોટાડીને ડ્રાઈવ કરી છે. આ વીડિયોના કારણે માર્કેટમાં મળનારી એડહેસિવ ટેપોની મજબૂતી પણ સામે આવે છે. જેવી રીતે આ વીડિયોમાં જોવા મળ્યું છે કે આ બંને કારો મારૂતિ વેગનઆરનું જુનુ મોડલ છે અને તેને એક ખાલી ફિલ્ડમાં બ્રાઉન સેલોટેપની મદદથી ચોટાડવામાં આવી છે. પહેલા બંને કારોને એકીસાથે ઉભી રાખવામાં આવી છે. પછી ટેપના માધ્યમથી બંને ગાડીઓને એક બીજાની સાથે જોડવામાં આવી છે. વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે. આ કામ માટે આશે 1500 રૂપિયાની ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં કારને આગળ વધવામાં પડી તકલીફ

બંને કારોને એક બીજા સાથે ચોટાડ્યાં બાદ યુવાન કારની વિંડોમાંથી કારમાં અંદર જાય છે અને પછી ડ્રાઈવ કરવાની શરૂઆત કરે છે. શરૂઆતમાં કારને આગળ વધવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. પરંતુ બાદમાં બંને કારો સરળતાથી એકી સાથે ચાલે છે. આ વીડિયોમાં કારને રિવર્સ ડ્રાઈવ કરતા પણ દેખાડવામાં આવી છે. અંત સુધીમાં વીડિયોમાં પૂર્ણ નથી થઈ જતો ત્યાં સુધી બંને કારોને ટેપથી ચોટેલી રહી છે. તેનાથી ખબર પડે છે કે, ટેપ કેટલી મજબુત છે.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવાની પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!