GSTV
Gujarat Government Advertisement

મંગળવારે આ રીતે કરશો પૂજા તો થશે પવનપુત્ર હનુમાનજીની કૃપા

હનુમાનજીના ભક્તો માટે શનિવાર તો અતિશય મહત્વ ધરાવે છે પરંતુ મંગળવાર અને  શનિવારે પણ હનુમાનજીની પૂજાનું પણ આગવું મહત્વ છે.  મંગળવાર તથા શનિવારે કરવામાં આવેલી હનુમાનજીની પૂજાનું વિશેષ ફળ મળે છે.  જો તમે હનુમાનજીને રિઝવવા માંગો છો તો શનિવારની સાથે સાથે મંગળવારે પણ આ ઉપાય અચૂક કરો.

  • મંગળવારે સવારે પીપળાનું પાન તોડી અને તેની પર કુમકુમથી શ્રી રામ લખવું ત્યાર બાદ આ પ્રમાણે એક એક પર્ણ પર શ્રી રામ લખીને તે પાંદડાનો હાર બનાવીને હનુમાનજીને અર્પણ કરી દેવો.

 

  • જો તમારા કામમાં અડચણો આવી રહી છે તો નાળિયેર ઉપર શ્રી રામ લખીને આ રીતે હાર બનાવી હનુમાનજીને અર્પણ કરવો જોઈએ.

 

  • મંગળવારે હનુમાનજીના મંદિર જઈ નાળિયેરને 7 વાર મસ્તકે અડાડવું જોઈએ અને ત્યાર બાદ હુમાન ચાલીસાનો જાપ કરીને  એ નાળિયેર હનુમાનજી સમક્ષ વધેરી દેવુ જેનાથી અંતરાયો દૂર થાય છે.

 

  • તમે કામ કરો તે છતાં ધનની પ્રાપ્તિ ન થતી હોય તો  રાત્રે હનુમાનના મંદિરમા જઈ તેમની સમક્ષ  કોડિયું મૂકીને તેમાં ચારે બાજુ વાટ મૂકીને તે દીપ પ્રજવલિત કરવો જોઈએ.  અને  4 લંવિંગ હનુમાનજીને ચઢાવવા જોઈએ.

 

  • નાણાકીય અવરોધમાંથી બચવા માટે પણ મંગળવારે તથા શનિવારે   બ્રાહ્મ મુર્હુત એટલે કે 4 વાગ્યે ઉઠીને  નિત્ય કર્મોથી પરવારી, સ્નાન કરીને  પીપળાના વૃક્ષના તાજા પાન તોડી તેને હનુમાનજીએ ચઢાવવા જોઈએ.

 

Gujarat Government Advertisement

Related posts

જ્યોતિષ શાસ્ત્ર / સોનાના આભૂષણો પહેરવાથી થઇ શકે છે નુકશાન, પહેલા કુંડળીમાં જોઇ લો ગુરુની સ્થિતિ

Zainul Ansari

શું આ સૂર્યગ્રહણથી દેશ અને દુનિયામાં મચશે ઉથલ-પાથલ? જ્યોતિષીઓ એ કરી મોટા સંકટની ભવિષ્યવાણી

pratik shah

148 વર્ષ પછી આજે શનિ જયંતી અને સૂર્ય ગ્રહણનો અનોખો સંયોગ, જાણો ગ્રહણ સંબંધિત તમામ જાણકારી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!