ભગવાન હનુમાનજી કયા સમાજના? : દાવેદારો વધ્યા, એસટીપંચે કહ્યું અમારા સમાજના

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બજરંગબલીને દલિત ગણાવ્યા બાદ નિવેદનબાજી ચાલુ જ છે. હવે એસટી પંચના અધ્યક્ષ નંદકુમાર સાયે હનુમાનજીને અનુસૂચિત જનજાતિના ગણાવ્યા છે. નંદકુમાર સાયે કહ્યુ છેકે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ક્યાં સંદર્ભમાં હનુમાનજીને દલિત ગણાવ્યા છે. તેની વ્યાખ્યાને સ્પષ્ટ કરી શકે તેમ નથી. પરંતુ જનજાતિ સમાજમાં હનુમાન એક ગોત્ર હોય છે.

ભગવાન રામના રાવણ સામેના યુદ્ધમાં જનજાતિ વર્ગના લોકો સામેલ હતા. તેમણે કહ્યુ હતુ કે હનુમાનજી દલિત નહીં. પણ અનુસૂચિત જનજાતિના છે. લખનૌમાં એક બેઠક માટે આવેલા નંદકુમાર સાયે ગુરુવારે ક્હયુ હતુ કે જનજાતિઓમાં હનુમાન એક ગોત્ર હોય છે. ઉદાહરણ તરીકે તિગ્ગા, તિગ્ગા કુડુકમાં છે. તિગ્ગાનો અર્થ બંદર થાય છે. આપણે ત્યાં કેટલીક જનજાતિઓમાં સાક્ષાત હનુમાન પણ ગોત્ર છે અને કેટલાક ઠેકાણે ગિદ્ધ પણ ગોત્ર છે. જે દંડકારણ્યમાં ભગવાન રામે સેના બનાવી હતી. તેમા આ જનજાતિઓના લોકો આવે છે. તો હનુમાન દલિત નહીં.. પણ જનજાતિ સમુદાયના હતા.

મહત્વપૂર્ણ છે કે રાજસ્થાનના અલવરના માલાખેડામાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રચાર અભિયાનમાં હનુમાનજીને દલિત ગણાવી દીધા હતા. તેમણે બજરંગબલીને દલિત, વનવાસી, ગિરિવાસી અને વંચિત ગણાવ્યા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નિવેદન બાદ રાજસ્થાનના બ્રાહ્મણ સમુદાયમાં ખાસી નારાજગી છે. રાજસ્થાન બ્રાહ્મણ સભાએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર જાતિગત વિભાજન ઉભું કરવાનો આરોપ લગાવીને તેમને કાયદાકીય નોટિસ ફટકારી છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter