GSTV

બજરંગબલી વનવાસી અને દલિત હોવા બાદ ભાજપના વધુ એક નેતાએ કહ્યું, હનુમાનજી આર્ય હતા

Last Updated on December 1, 2018 by Mayur

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ભગવાન હનુમાનજી અંગે કરેલી ટિપ્પણી બાદ મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સત્યપાલ સિંહે ભગવાન હનુમાનને આર્ય ગણાવ્યા છે. સત્યપાલસિંહે કહ્યુ હતુ કે, ભગવાન રામ અને હનુમાનજીના યુગમાં કોઈ જાતિ વ્યવસ્થા નહોતી. જેથી તેઓ આર્ય હતા. સત્યપાલસિંહે આ પ્રકારનું નિવેદન રાજસ્થાનના અલવરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સીએમ યોગી આદિત્યનાથના નિવેદન બાદ આપ્યુ હતું.

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, બજરંગબલી એક એવા દેવતા હતા જેઓ સ્વંય વનવાસી અને દલિત હતા. ભારતીય સમુદાયને ઉત્તરથી લઈને દક્ષિણ અને પુર્વથી લઈને પશ્વિમ સુધી જોડવાનું કામ બજરંગબલી કરે છે. જોકે, સીએમ યોગી આદિત્યનાથના આ પ્રકારના નિવેદન બાદ તેમની આકરી આલોચના કરવામાં આવી હતી. સીએમ યોગી આદિત્યનાથના નિવેદન બાદ રાજસ્થાન સર્વ બ્રાહ્મણ મહાસભા દ્વારા તેમને લીગલ નોટિસ મોકલવામાં આવી હતી.

READ ALSO 

Related posts

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah

ઘૂંટણ અને સાંધામાં રહે છે દુખાવો? તો તમારી જ આ 7 ખરાબ આદતો આજે જ છોડી દો, પછી થશે પસ્તાવો!

Pritesh Mehta

કોરોના/ દેશનાં 22 જિલ્લામાં નવા કેસમાં ઉછાળો: 62 જિલ્લામાં 100થી પણ વધુ કેસ, મોદી સરકારે કહ્યું હળવાશથી ના લેશો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!