GSTV
Gujarat Government Advertisement

શનિવારે તમે પણ કરો આ કામ, થઇ જશે કલ્યાણ

ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી તેમના ભક્તોના દુખોને દૂર કરીને તેમને સુખ અને સમૃદ્ધિ આપે છે. દર મંગળવારે અને શનિવારે હનુમાનજીના દર્શન અને પૂજા કરવા જોઇએ. શાસ્ત્રોમાં જણાવુયા અનુસાર અહીં કેટલાંક નિયમો દર્શાવવામાં આવ્યાં છે, જેને આપણે હનુમાનજીની પૂજા અને દર્શન કરતી વખતે ધ્યાનમાં લેવા જોઇએ.

-હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ અથવા સુંદરકાંડના પાઠ શ્રેષ્ઠ ઉપાય છે.

-સવારે હનુમાનજીને પ્રસાદમાં ગોળ, નારિયેળ અને લાડુ ધરાવવા જોઇએ.

-બપોરે બજરંગબલીને ગોળ, ઘી, ઘઉંના લોટની રોટલીનું ચુરમું અર્પણ કરવું જોઇએ.

-સાંજના સમયે હનુમાનજીને કેરી, કેળા, સફરજન વગેરે જેવા ફળોનો ભોગ લગાવવો જોઇએ.

-બજરંગ બલીને શ્રૃંગાર કરતા વખતે તલના તેલ અથવા ચમેલીના તેલમાં મિશ્રિત સિંદુર લગાવવું જોઇએ.

-હનુમાનજીને લાલ અથવા પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઇએ.

-હનુમાનજીની કૃપા તમારા પર વરસે એ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.

-ભોગ લગાવ્યા બાદ અન્ય ભક્તો વચ્ચે પ્રસાદનું વિતરણ કરવું જોઇએ.

-અઠવાડિયામાં મંગળવાર અને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઇએ. આ દિવસે મંગળદેવ અને શનિદેવની આપણા પર કૃપા થાય છે.

-હનુમાનજીના મંદિરમાં શુદ્ધતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

-હનુમાનજીને કેસર સાથે મિશ્રિત લાલ ચંદનનું તિલક લગાવવું જોઇએ.

Gujarat Government Advertisement

Related posts

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave

સસ્તા ઘર ખરીદવાની તક! પીએનબી 15 જૂને વેચી રહી છે 12865 મકાનો અને ખેતીની જમીન, ચેક કરો સંપૂર્ણ વિગતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!