GSTV
Home » News » સાળંગપુરમાં હનુમાનજીને સાંતાક્લોઝના વાઘા પહેરાવી ઓનલાઈન દર્શન માટે મુક્યા

સાળંગપુરમાં હનુમાનજીને સાંતાક્લોઝના વાઘા પહેરાવી ઓનલાઈન દર્શન માટે મુક્યા

બોટાદ જિલ્લાના સાળંગપુરમાં બિરાજમાન સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં વિવાદ સામે આવ્યો છે. હનુમાનજી મહારાજને સાંતાક્લોઝના વાઘા પહેરાવતા વિવાદ ઉઠ્યો. મુંબઈના એક હરિભક્ત આ વાઘા લાવ્યા હતા. ત્યારે મંદિર પ્રશાસને સાંતાક્લોઝના વાઘા પહેરાવીને વેબસાઈટ પર ઓનલાઈન દર્શન માટે મુકતાં જ હિંદુ સંગઠનો હરકતમાં આવ્યા.

સ્થાનિક હિંદુ સંઠનના કાર્યકરોને આ બાબત ધ્યાને આવતા વિરોધ કર્યો. ત્યારે મંદિર પ્રશાસનને આ બાબત ધ્યાને આવતાં વાઘા ઉતારી લેવાયા હતા. જોકે સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ ખુલાસો કર્યો કે હાલ શિયાળો ચાલી રહ્યો છે ભગવાનને પણ ઠંડી લાગે નહીં એટલા માટે હનુમાનજીને લાલ રંગના ગરમ વસ્ત્રો પહેરાવાયા છે.

લાલ ટોપીની કિનારી પર સફેદ રંગની બોર્ડર છે જેને સાંકળીને લોકો સાંતાક્લોઝના વસ્ત્રો ગણાવી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે હનુમાનજી દાદાને દિવસમે બે વખત વાઘા બદલવામાં આવે છે. અમેરિકામાં સ્થાયી થયેલા ધરમભાઈ નામના એક હરિભક્તે આ વાઘા મોકલાવ્યા હતા.

Read Also

Related posts

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!