GSTV

આ રીતે કરો સંકટમોચનની પૂજા, સફળતાપૂર્વક પાર પડી જશે દરેક કામ

19 એપ્રિલ 2019ના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન હનુમાનની શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. હનુમાનજીની પૂજા લાલ સિંદૂરથી કરવામાં આવે તો દરેક કામ સફળતાપૂર્વક પાર પડે છે.

હનુમાનજીની પૂજા કરવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે. દર મંગળવાર અને શનિવારના રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જીવનમાં જો ધનની ખામી હોય તો તે પણ દૂર થાય છે. 

હનુમાન જયંતીનું વ્રત કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને ભગવાન શ્રીરામ, માતા સીતા અને હનુમાનજીનું સ્મરણ કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. આ દિવસે હનુમાનજીને જનોઈ અને સિંદૂર ખાસ ચઢાવવા. પૂજા કર્યા બાદ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો.

હનુમાનજીની આરતી કરવી અને ભોગ ધરાવવો. આ દિવસે સંધ્યા સમયે સુંદરકાંડનો પાઠ કરવો પણ ઉત્તમ ગણાય છે.  આ દિવસે પ્રસાદ તરીકે ભગવાનને ગોળ અથવા ચણાના લોટના લાડૂ ચઢાવી શકાય છે. આ રીતે પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે.

Read Also

Related posts

SBI એ ગ્રાહકોની સુવિધા માટે શરૂ કરી નવી સર્વિસ! હવે કોઈપણ એડ્રેસ પર મગાવી શકશો ચેકબુક, આ રીતે કરોં ઓર્ડર

Ankita Trada

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!