GSTV

આ હનુમાન મંદિરમાં ચોલા-શ્રૃંગાર ચડાવવા માટે છે 26 વર્ષ લાંબુ વેઇટિંગ લિસ્ટ

મધ્યપ્રદેશના મંદસૌરમાં એક અનોખુ મંદિર છે, જ્યાં હનુમાનજીને ચોલા-શ્રૃંગાર ચડાવવા માટે પણ વેઇટિંગ લિસ્ટ હોય છે અને બક્તોને  ચોલા ચડાવવા માટે રાહ જોવી પહે છે. ભક્તોએ એક-બે દિવસ કે અઠવાડિયા નહી પરંતુ વર્ષો સુધી રાહ જોવી પડે છે. અહીં હનુમાનજીને ચોલા ચડાવવા માટે 26 વર્ષ સુધી રાહ જોવી પડે છે. ચોલા ચડાવવા માટે ભક્તો આજે નંબર લગાવે તો 26 વર્ષ બાદ એટલે કે 20144માં ભક્તનો નંબર આવશે અને જો ભક્ત શનિવારે ચોલા ચડાવવા માંગે તો 2039માં તેની મનોકામના પૂરી થશે.

એવું નથી કે ફક્ત રામ ભક્તોએ જ ચોલા ચડાવવા માટે રાહ જોવી પડે છે. મંદસૌરના ધારાસભ્ય પણ ચોલા ચડાવવા માટે વર્ષોથી વેઇટિંગ લિસ્ટમાં છે . આ મંદુરના ચમત્કારને માનતા લોકો દેશની સાથે વિદેશમાં પણ છે.

આ મંદિરમાં બરાક ઓબામાથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પના વિજય માટે વિશેષ અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હનુમાન ભક્ત ઓબામા તો હનુમાનજીની એક નાની મૂર્તિ પોતાની સાથે રાખે છે.

ધાર્મિક વિદ્ધાનોએ જણાવ્યા અનુસાર હનુમાન જયંતિ પર પૂર્ણિમા તિથિ 30 માર્ચના રોજ સાંજે 7 વાગીને 35 મિનિટથી લઇને 31 માર્ચની સાંજે 6 વાગીને 06 મિનિટ સુધી રહેશે. માન્યતા છે કે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં હનુમાનજીનો જન્મ થયો હતો.

Related posts

ચતુરબાતેં : વેબસાઈટ પર ચાલતું હતું લાઈવ સેક્સ કોલ રેકેટ, સેક્સ ટોયઝનો જથ્થો મળ્યો

Karan

ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો ભભૂકી ઉઠ્યો

Bansari

દિપીકા પાદુકોણનો સંકેત, શાહરુખ ખાન સાથે શરૂ કર્યુ આ ફિલ્મનું શૂટિંગ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!