GSTV

હનુમાન જયંતિ: ભક્તો પર જલ્દી પ્રસન્ન થાય છે બજરંગબલી, આ ઉપાયથી મનની ઈચ્છા તુરંત થશે પૂરી

19 એપ્રિલના રોજ હનુમાન ભક્તો ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરશે. આ દિવસ હનુમાનજીની આરાધના કરવા માટેનો ઉત્તમ દિવસ છે. આ દિવસે કોઈ ભક્ત શ્રદ્ધાથી હનુમાનજીની પૂજા કરે છે તો તેની મનની ઈચ્છા અચૂક પૂરી થાય છે. 

આ દિવસે હનુમાનજીના મંદિરમાં લાલ રંગના વસ્ત્રો ચઢાવવા જોઈએ. હનુમાનજીને સિંદૂર અતિપ્રિય હોવાથી તેમને સિંદૂરનો લેપ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. આ ઉપરાંત કેટલાક એવા સરળ ઉપાયો પણ છે જેને કરવાથી હનુમાનજી શીઘ્ર પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તના કષ્ટ પળવારમાં દૂર કરી દે છે. 

1. 5 રોટલી બનાવી તેના પર દેશી ઘી લગાવી અને ભગવાનને ભોગ ધરાવો. આ ઉપાય કરી દુશ્મનોથી મુક્તિની પ્રાર્થના કરવી.

2. વેપારમાં વૃદ્ધિ થાય તે માટે હનુમાન જયંતિ પર હનુમાનજીને સિંદૂરી રંગની લંગોટ ચઢાવવી.

3. હનુમાનજીને કેસરી ચોલા ચઢાવી, બુંદીના લાડૂનો ભોગ ધરો અને એક નાળિયેરને પોતાના પરથી 8 વાર ઉતારી અને હનુમાનજીના ચરણોમાં ધરી દો.

4. હનુમાન મંદિરમાં જઈ 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને સરસવના તેલનો દીવો કરી તેમાં લવિંગ પધરાવી દો. જીવનમાં કોઈપણ કષ્ટ હશે તે દૂર થી જાશે.

5. હનુમાનજીને પ્રસન્ન કરવા તેમને ગુલાબની માળા ચઢાવો. એક નાળિયેર પર સાથિયો બનાવી અને તેને હનુમાનજીના ચરણોમાં ધરી દેવું. 

6. આર્થિક સમસ્યા સતાવતી હોય તો પીપળાના 11 પાન તોડી તેના પર સિંદૂરથી શ્રીરામ લખી તેની માળા બનાવી હનુમાનજીને ચઢાવો.

7. હનુમાનજીને પાનનું બીડુ ધરાવો. 

8. આ દિવસે હનુમાનજીની પૂજા કરી અને પવિત્રતા જાળવવી તેમજ બ્રહ્મચર્યનું પાલન કરવું.

Read Also

Related posts

રાહુલ ગાંધી વડાપ્રધાન બને કે ના બને પરંતુ હરીશ રાવતનો સ્પષ્ટ સંકેત 2022ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે

Ankita Trada

ચતુરબાતેં : વેબસાઈટ પર ચાલતું હતું લાઈવ સેક્સ કોલ રેકેટ, સેક્સ ટોયઝનો જથ્થો મળ્યો

Karan

ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો ભભૂકી ઉઠ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!