GSTV

સમગ્ર રાજ્યભરમાં કેસરિયો માહોલ : ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી

સોમનાથ : જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે કષ્ટભંજન હુનુમાનજીની વિશેષ મહાપૂજાન કર્યું હતું. તો સોમનાથ આવતા યાત્રીઓએ પણ આ વિશેષ પૂજાના દર્શનનો લાભ લઈન ધન્યતા અનુભવી.

 

ભાવનગર : ભાવનગરમાં આસ્થાભેર હનુમાનજી જયંતિની ઉજવણી કરવામાં આવી. શહેર અને જિલ્લામાં વિવિધ હનુમાનજી મંદિરમાં ભક્તોની લાંબી ભીડ જોવા મળી હતી. સુપ્રસિદ્ધ ધામ અને બજરંગદાસ બાપાની જન્મ ભૂમિ એવા ઝાંઝરીયા હનુમાનજી મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સેવક સમુદાયે કેક કાપીને હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરી. ઝાંઝરીયા હનુમાનના નામે ઓળખતા ધાર્મિક સ્થળનું ઘણું મહત્વ છે. બજરંગદાસબાપા બાપુ પોતે હનુમાનજીના પરમ ભક્ત હોવાથી આ સ્થળ આસ્થાનું કેન્દ્ર છે.

 

જામનગર : હનુમાનજીના જન્મોત્સવને લઈને જામનગરના પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં સવારથી જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. શહેરના લાખોટા તળાવની પાળ પર આવેલા બાલા હનુમાન સહિતના મંદિરોમાં વિશેષ શણગાર કરવામા આવ્યો હતો. મહત્વનું છે કે બાલા હનુમાન મંદિરમાં ઓગસ્ટ 1964થી અખંડ રામધૂન ચાલી રહી છે. જેને હાલ 54મું વર્ષ ચાલી રહ્યું છે. જે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડઝમાં પણ નોંધાયેલી છે.

 

આણંદ : આણંદમાં સુપ્રસિદ્ધ લાંભવેલ હનુમાન મંદિરમાં હનુમાનજીના પ્રગટ્ય દિવસની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ.. ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવીને પૂજાઅર્ચના કરી રહ્યા છે. ચરોતર પંથકમાં આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે. હનુમાન જન્મોત્સવ અને શનિવારનો અનોખો સંયોગ હોવાથી હનુમાનજીના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

નવસારી: નવસારીના પૌરાણિક વિરવાડી હનુમાનજી મંદિરે હનુમાનજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં દાદાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને દક્ષિણ ગુજરાતના કષ્ટભંજન દેવ તરીકે જાણીતા વિરવાડી હનુમાનજીના દર્શન કરી ભકતોએ ધન્યતા અનુભવી હતી. ધારાગીરી ગામે આવેલા 500 વર્ષથી પણ વધુ પૌરાણીક વિરવાડી હનુમાનજી સ્વયંભુ હોવાની માન્યતા છે. દાદા પ્રત્યેની આસ્થાને કારણે મુસ્લિમ યુવક છેલ્લા 12 વર્ષથી દાદાનાસ દર્શને આવે છે. શુક્રવારે નમાઝ પઢતો રીઝવાન શનિવારે દાદાના દર્શન કરવાનુ પણ ચુકતો નથી.

અમદાવાદ: હનુમાનજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હનુમાન કેમ્પ ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. અંદાજે 450 કિલોની માવાની કેક હનુમાનજીને ધરાવવામાં આવી હતી. બાદમાં ભક્તોમાં આ કેકની પ્રસાદ વહેંચવામાં આવી હતી. હનુમાનજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં હનુમાન કેમ્પ મંદિર ખાતે ભક્તો ઉમટ્યા હતા ત્યારે સમગ્ર મંદિર જય શ્રીરામ અને શ્રીરામની ધૂનથી ગૂંજી ઉઠ્યું હતું. સાથો સાથ હનુમાન ચાલીસાનું પઠન પણ કરવામાં આવ્યું હતું.

 

રાજકોટ : હનુમાન જન્મોત્સવની રાજકોટમાં પણ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી. શહેરના વિવિધ મંદિરોમાં અન્નકુટ દર્શન અને મહાભોગ ધરવામાં આવ્યો હતો. સાથે જ મહાઆરતી અને કેક કાપીને હનુમાનજી જન્મોત્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી.

અમરેલી : અમરેલીના લાઠીમાં આવેલા સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરને રોશનીથી શણગારાયું હતુ. આજે  હનુમાન પ્રાગટ્ય દિવસે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. આ ઉપરાંત મુંબઈ,અમેરિકા,ઇંગ્લેન્ડથી પણ ગુજરાતી લોકો દર્શન માટે અહીં આવે છે. હનુમાનજીના દર્શન માટે લોકો પગપાળા પણ આવતા હોય છે. ત્યારે સુવિધા માટે ભાવિકો દ્રારા રસ્તા પર 50થી 60 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. બીજી તરફ મંદિર તરફથી યાત્રીકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સીસીટીવી સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ યાત્રીકોની સુવિધા માટે ગોઠવવામાં આવ્યો હતો.

સાબરકાંઠા : પ્રાંતિજના શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર ખાતે હનુમાન પ્રાગટ્ય દિવસની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. મંદિર સંકુલમાં હવન, રામધૂન, હનુમાન ચાલીસા, લઘુરૂદ્ર અને સુંદર કાર્ડ જેવા કાર્યક્રમો યોજાયા હતાં. તો પ્રાંતિજ સહિત તાલુકામાંથી હજારોની સંખ્યામાં હનુમાન ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવસ દરમ્યાન હજારો ભક્તોએ દાદા ના દર્શન કરી પ્રસાદ સ્વરુપે ભોજન લઈ ને ધન્યતા અનુભવી હતી.

ભરૂચ : ભરૂચ શહેરમાં પણ ભારે ઉત્સાહ પૂર્વક હનુમાન જન્મ મહોત્સવની ભારે શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ. હનુમાનજીના પ્રાગટ્યોત્સવને લઈને શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત થયા હતા. જેમાં કસક નગર વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરે 501 કિલોની કેક હનુમાનજીને ધરાવવાામાં આવી હતી. મંદિરમાં વિશેષ પૂજા, અર્ચના અને મહાઆરતી બાદ કેકને પ્રસાદી સ્વરૂપે શ્રદ્ધાળુઓને અપાઈ હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પણ હનુમાનજીની પ્રતિમાના વિશેષ શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી.

Related posts

સૌરવ ગાંગુલી બનશે બંગાળ ભાજપનો ચહેરો, અમિત શાહ મનાવવામાં થયા સફળ

Bansari

બેદરકાર શાહિદ આફ્રિદી ફ્લાઇટ ચૂકી ગયો, નહી રમી શકે લંકા પ્રીમિયર લીગની બે મેચ

Ankita Trada

કપિલદેવની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માનું પત્તુ કપાયું, કહ્યું- ધોનીને કોઈ ટચ કરી શકે નહીં

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!