GSTV

હનુમાન જયંતિ 2019 : પવનપુત્રને આ કારણે પ્રિય છે આંકડાના ફુલ, આ રીતે પૂજા કરીને મેળવો વિશેષ ફળ


ધર્મ ગ્રંથો અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમા પર હનુમાન જયંતિનો પર્વ ઉજવવામાં આવે છે.  આ વર્ષે આ પર્વ 19 એપ્રિલ શુક્રવારે છે. હુનમાજી શિવના અવતાર છે. તેમને આંકડાના પુષ્પ અર્પિત કરવાનું અનેરુ મહાત્મય છે.

આંકડાનું ફુલને અર્ક પુષ્પ, મદારફુલ, મંદાર પુષ્પ, તરીકે પણ ઓળખાય છે, ભગવાન શિવ ને વિશેષ પ્રિય છે અને શિવના એક સ્તોત્રના એક શ્લોક માં ” મંદરપુષ્પ બહુપુષ્પ…. નમ: શિવાય ” આ પ્રકારે વર્ણન આવે છે, આ પુષ્પ ની બનાવટ સુંદર મુગટ જેવી હોય છે.

સામાન્ય રીતે બે પ્રકાર ના આંકડા ના ફુલ હોય છે ૧. સફેદ, ૨. સામાન્ય ભૂરું, જેમાં સફેદ રંગ ને શ્વેતાર્ક તરીકે ઓળખાય છે અને શ્વેતાર્ક નો મહિમા તંત્ર શાસ્ત્ર માં વિશેષ છે.

શનિવારે હનુમાનજી ને આંકડાના ફુલની માળા ચઢાવવા થી ઘણા બધા પ્રકાર ની વ્યાધિ દૂર થાય છે, ચઢાવવની રીત માં માળા ના પુષ્પ અને પુષ્પદંડી ને યોગ્ય રીતે ગૂંથીને દંડી હનુમાનજી ને સ્પર્શે અને પુષ્પ બહારબી બાજુ  રહે તેમ રખાય છે,

ગણેશ પુરાણ માં એક કથા અનુસાર મંદાર ( આંકડાના વૃક્ષ ) ને એક ઋષિ નો એક ભૂલ ને કારણે શ્રાપ લાગ્યો અને મંદાર એવુંવૃક્ષ બની ગયો કે જેની આસપાસ કોઈ જીવ પણ નાં આવે,  બાદમાં પોતાની ભૂલ ની મંગતા ઋષિ એ તેને ગણપતિ ની ઉપાસના કરવાનું કહ્યું, મંદારે ગણપતિ ની ખુબ ભક્તિ કરી આશીર્વાદ મેળવ્યા અને શ્રાપ મુક્ત થયો પણ તે વૃક્ષ રૂપી રહ્યો પણ આશીર્વાદ રૂપી તેનો મહિમા વધ્યો, તેના પુષ્પ ગણપતિ, શિવજી, સૂર્ય ને તેની આરાધના મુજબ વિશેષ સ્થાન મળ્યું, હનુમાનજી રુદ્ર ( શિવ ) સ્વરૂપ છે તેથી હનુમાનજી ને પણ પ્રિય બન્યું, આ ફુલ ને ચૈતન્યરૂપ તત્વ ના આશીર્વાદ હનુમાનજી ને આંતરિકબળ ની વૃદ્ધિ કરે છે તેથી હનુમાનજી ને તેના ફુલ ની માળા બનાવી પહેરાવ્યા છે અને તેમના આશીર્વાદ થી ભક્તજન ના કાષ્ટ ત્વરિત દૂર થાય છે.

હનુમાનજીને ચમેલીનું ફુલ પણ છે પસંદ

હનુમાનજી ને ચમેલીવૃક્ષ, ફુલ પણ પસંદ છે પરંતુ ફક્ત ચમેલી નું તેલ અર્પણ કરતા નથી તેમાં સિંદૂર મિશ્ર કરીને ચઢવામાં આવે છે કેમકે સિંદૂર નું પણ એક મહિમા છે, હનુમાનજી ને ચમેલી તેલ અને સિંદૂર મિશ્રિત ચોલો ચઢવા માં વધુ આવે છે જેનાથી ભક્તજન ને આશીર્વાદ રૂપી કવચ મળે છે, ઘણા ભક્તો ચમેલીના તેલ નો દીવો પ્રગટાવી હનુમાનજી ની વિશેષ ભક્તિ કરી પોતાના કષ્ટ દૂર કરતા હોય છે.

હનુમાન જયંતિ પર વિશેષ પૂજા

સાત ચિરંજીવીઓમાંથી એક શ્રી હનુમાનજીની સાધના કળિયુગમાં સૌથી વધુ કરવામાં આવે છે. તમામ દેવતાઓમાં બજરંગ બલી સૌથી જલ્દી પ્રસન્ન થનાર દેવતાં છે. જેનું સ્મરણ કરવાથી મુશ્કેલીઓ અને દુખો દુર થઇ જાય છે. તેવામાં પૂજાના તમામ નિયમોનું પાલન કરનારા દેશના સુયોગ્ય પંડિત પાસે 19 એપ્રિલ 2019ના રોજ શ્રી હનુમાનજીની વિધીવિધાન સાથે પૂજા કરાવીને સુખ સમૃદ્ધિ મેળવો.

વિશેષ પૂજાનું મળશે શુભ ફળ

શ્રી હનુમાનજીની વિશેષ પૂજા દ્વારા તમે શત્રુઓ પર વિજય, રાજકારણમાં સફળતા, ધન ને રોજગાર જેવી મનોકામના પૂરી કરી શકો છો.

હનુમાનજીની આ વિશેષ પૂજા દ્વારા તમે કાળા જાદુ, ટોટકા દૂર કરતાં ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી પોતાનીજાતને બચાવી શકો છો.

હનુમા જયંતિના દિવસે વિશેષ પૂજાના માધ્યમથી તમે તમારી કુંડળીના માંગલિક દોષથી થતાં દુષ્પ્રભાવને દૂર કરી શકો છો.

Read Also

Related posts

સૌરવ ગાંગુલી બનશે બંગાળ ભાજપનો ચહેરો, અમિત શાહ મનાવવામાં થયા સફળ

Bansari

બેદરકાર શાહિદ આફ્રિદી ફ્લાઇટ ચૂકી ગયો, નહી રમી શકે લંકા પ્રીમિયર લીગની બે મેચ

Ankita Trada

કપિલદેવની પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માનું પત્તુ કપાયું, કહ્યું- ધોનીને કોઈ ટચ કરી શકે નહીં

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!