હિન્દુ પંચાગ અનુસાર આ વખતે કેસરી નંદન હનુમાનનો જન્મોત્સવ 19 એપ્રિલ 2019ને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ દિવસે હનુમાનજીનો જન્મ બે ખાસ નક્ષત્રોમાં થઇ રહ્યો છે. વર્ષો બાદ બની રહેલા આ પ્રકારના જ્યોતિષ નક્ષત્રને ભક્તો માટે શુભ માનવામાં આવે છે. તેવામાં જો તમે આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માંગતા હોય અથવા તો કોઇ મનોકામના પૂરી કરવા માંગતા હોય તો આ દિવસે શુભ મુહુર્તમાં આ રીતે કરો સંકટમોચન હનુમાનજીની પૂજા.
હનુમાન જયંતીનું શુભ મુહુર્ત
હનુમાન જયંતિ પર આ વખતે ખાસ જ્યોતિષ નક્ષત્ર યોગ બની રહ્યાં છે. પ્રથમ ચિત્રા અને બીજુ ગજકેસરી યોગ. પંચાંગ અનુસાર 18 એપ્રિલની રાતે 9 વાગીને 23 મિનિટે ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થશે. આ નક્ષત્ર 19 એપ્રિલની સાંજે 7 વાગીને 19 મિનિટ સુધી રહેશે. જ્યારે બીજો નક્ષત્ર ગજકેસરી સૂર્યોદયથી પ્રારંભ થશે. આ બંને નક્ષત્રો વચ્ચે જ કેસરી નંદન ભગવાન હનુમાનનો જન્મ થશે.
આ રીતે કરો હનુમાનજીની પૂજા
હનુમાનજીનું પૂજન અભિજિત મુહુર્તમાં કરો.
ઉત્તર-પૂર્વ દિશામાં બાજઠ પર લાલ કાપડ પાથરો.
હનુમાનજીની સાથે શ્રી રામના ફોટોની સ્થાપના કરો.
હનુમાનજીને લાલ અને શ્રી રામજીને પીળા ફૂલ અર્પણ કરો.
લાડુઓ સાથે તુલસી અર્પિત કરો.
પહેલા શ્રી રામનો મંત્ર ‘રામ રામાય નમ:’નો જાપ કરો.
તે પછી હનુમાજીનો મંત્ર ‘ઓમ હં હનુમંતે નમ:’નો જાપ કરો.
આર્થિક લાભ અને દેવા મુક્તિના ઉપાય
હનુમાજી સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો.
હનુમાજીને ગોળનો ભોગ લગાવો.
તે બાદ હનુમાન ચાલીસાનો 11 વાર પાઠ કરો.
શક્ય હોય તો આ દિવસે મિષ્ટાન્નનું દાન કરો.
મનવાંચ્છિત ફળ મેળવવા માટે આ રીતે ઉઠાવો શુભ નક્ષત્રોનો લાભ
હનુમાન જયંતી પર બનવા જઇ રહેલા ચિત્રા અને ગજકેસરી નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિને અત્યંત શુભ ફળ મળી શકે છે. આ ઉપરાંત સુંદરકાંડ અને હનુમાન બાહુકના પાઠ પણ ફળદાયક હશે.
Read Also
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….