GSTV
Home » News » પ્રેક્ટિસ મેચમાં ભારતનો ધબડકો, ન્યૂઝીલેન્ડ ઈલેવન સામે 263માં સમેટાયું

પ્રેક્ટિસ મેચમાં ભારતનો ધબડકો, ન્યૂઝીલેન્ડ ઈલેવન સામે 263માં સમેટાયું

ટેસ્ટ શ્રેણીના પ્રારંભ અગાઉની એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં ભારતના નવા ઓપનિંગ કોમ્બિનેશન સહિતના મોટાભાગના બેટ્સમેનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ટોપ ઓર્ડરમાં ચેતેશ્વર પુજારાએ ૯૩ અને મીડલ ઓર્ડરમાં હનુમા વિહારીએ ૧૦૧ રન નોંધાવ્યા હતા. ભારતીય કેપ્ટન કોહલી બેટીંગમા ઉતર્યો નહતો.

ન્યૂઝીલેન્ડ તરફથી સ્કોટ કગલેજિન તેમજ ઈશ સોઢીએ ૩-૩ વિકેટ ઝડપી હતી. ગિબ્સનને બે વિકેટ મળી હતી. ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચનો આજે પ્રથમ દિવસ હતો. સામાન્ય રીતે પ્રેક્ટિસ મેચ પ્રવાસી ટીમના ખેલાડીઓ યજમાન દેશની પીચ અને પરિસ્થિતિથી વાકેફ થઈ શકે તે માટે રમાતી હોય છે. જોકે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં ટી-૨૦ અને વન ડે શ્રેણી રમી ચૂકી છે. તેમાંય શૉ અને શુભમન જેવા ખેલાડીઓ તો છેલ્લા કેટલાક સમયથી ન્યૂઝીલેન્ડમાં છે અને ત્યાં ઈન્ડિયા-એ તરફથી મેચો પણ રમી ચૂક્યા છે, તેમ છતાં તેમનું આ પ્રકારનું પફોમન્સ ચિંતા જન્માવે તેવું છે.  

હેમિલ્ટનમાં શરૃ થયેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં બંને ટીમોએ ભારતની પ્રથમ બેટીંગ માટે સહમતી આપી હતી. જોકે ભારતની શરૃઆત અત્યંત કંગાળ રહી હતી. પૃથ્વી શૉ ઈનિંગના ચોથા જ બોલ પર કગલેજિન સામે ૦ પર આઉટ થયો હતો. જે પછી અગ્રવાલ ૧ રને અને શુભમન ગિલ ૦ રને કગલેજિનના શિકાર બનતાં ભારતનો સ્કોર પાંચ રનમાં ત્રણ વિકેટ થઈ ગયો હતો. 

ટોપ ઓર્ડરની આઘાતજનક શરૃઆત બાદ પણ કેપ્ટન કોહલી બેટીંગમાં ઉતર્યો નહતો. તેણે પુજારાની સાથે રહાણે બેટીંગમાં જોડાયો હતો. બંને વચ્ચે માત્ર ૩૩ રનની ભાગીદારી થઈ ત્યારે ફરી નીશમ ત્રાટક્યો હતો અને રહાણે બુ્રસના હાથે કેચઆઉટ થયો હતો. ભારતનો સ્કોર ૩૮/૪ થયો ત્યારે પુજારા સાથે વિહારી જોડાયો હતો અને બંનેએ ભારતનો રકાસ અટકાવતા ટીમને સન્માનજનક સ્કોર તરફ અગ્રેસર કરી હતી.

પુજારા અને વિહારી વચ્ચે ૧૯૫ રનની ભાગીદારી

પીચ પર સેટ થઈને રમતાં પુજારાની સાથે જોડાયેલા વિહારીએ ખુબ જ ધીરજપૂર્વક બેટીંગ કરતાં સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતુ. બંનેએ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૯૫ રન ફટકાર્યા હતા. પુજારાએ ૨૧૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૯૩ રન નોંધાવ્યા હતા. તે સદીથી માત્ર ૭ રન દૂર હતો, ત્યારે ગિબ્સનનો શિકાર બન્યો હતો. તેનો કેચ વિકેટકિપર ક્લેવરે ઝડપ્યો હતો. વિહારીએ ૧૮૨ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૦૧ રન નોંધાવ્યા હતા. તે રિટાયર્ડ હર્ટ થયો હતો. 

ભારતે આખરી ૪ વિકેટ માત્ર ૧૭ રનમાં ગૂમાવી

ભારતીય ટીમે આખરી ચાર વિકેટ માત્ર ૧૭ રનમાં ગુમાવી હતી. પંતની પાસે લાંબી ઈનિંગ રમવાની તક હતી, પણ તે માત્ર ૭ રનના સ્કોર પર સોઢીનો શિકાર બન્યો હતો. જ્યારે સાહા ગિબ્સનની બોલિંગમાં પેવેલિયનમા પાછો ફર્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો નહતો. ઊમેશ ૯ રને નોટઆઉટ રહ્યો હતો અને જાડેજા ૮ રને સોઢીનો શિકાર બન્યો હતો.

Read Also

Related posts

કોરોનાનો કોહરામ : સામ્યવાદી દેશનાં દાયકામાં પ્રથમ વખત સંસદનું સત્ર થયું સ્થગિત

pratik shah

કોરોના ઇફેક્ટ: સેન્સેક્સમાં પ્રચંડ કડાકો, સોનું રૂા. 45,000ની ઐતિહાસિક સપાટીએ

Bansari

ભારતનો એશિયન કુસ્તીમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ, પાંચ ગોલ્ડ સાથે કુલ 20 મેડલ જીતીને ત્રીજા ક્રમે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!