‘23 વર્ષનો યુવાન પાટીદારોને છેતરી ગયો’ કહી કોંગ્રેસના નેતા જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વંડી ટપી ગયા

Congress MLA join in BJP

પક્ષ પલ્ટાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. ભાજપે કોંગ્રેસના અડધો ડઝન ધારાસભ્યોને પોતાના બેેડામાં ખેંચી તેમને મસમોટા પદ આપ્યા છે. આ વચ્ચે હવે ભાજપ પોતાના પૂર્વ એમએમલએ અને હાલ સત્તામાં ન હોય તેવા કોંગ્રેસના નેતાઓને ખેંચવામાં પણ પાછળ વળીને નથી જોઈ રહી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા હનુભાઈ ધોરાજીયા ભાજપમાં જોડાયા છે. આ સાથે ભાજપે કોંગ્રેસનો અમરેલીમાંથી એક મજબૂત હાથ કાપી નાખ્યો છે.

જૂનાગઢ, ધાંગધ્રા, મહેસાણા અને રાજકોટ બાદ હવે ભાજપે હનુભાઈ ધોરાજીયાની વિકેટ ખેરવી નાખી છે. હનુભાઈએ પાટીદાર સમાજ માટે ખુબ કામ કર્યું છે. જેથી પાટીદારોનો કોંગ્રેસ માટેનો એક મોટો ચહેરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ ઉંઘતી ઝડપાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તેમને કેસરીયો ખેંસ પહેરાવી ભાજપમાં તેમનું સ્વાગત કર્યું હતું.

2007માં ભાજપની ટિકિટ પરથી હનુભાઈ ધોરાજીયા વિજયી થયા હતા. આજે ભાજપમાં જોડાતાની સાથે હનુભાઈએ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ભાજપમાં જોડાયો છે, તેમણે હાર્દિક પટેલનું નામ લીધા વિના પ્રહાર કર્યા હતા કે, 23 વર્ષનો યુવાન પાટીદારોને છેતરી ગયો. તેઓ 2014 લોકસભામાં લાઠી બાબરા વિધાનસભામાં ઉમેદવાર હતા. અને 2700 વોટે હાર્યા હતા. તેમણે પાટીદાર આંદોલનમાં સક્રિય રોલ ભજવ્યો હતો. જોકે ભાજપી બન્યા બાદ હનુભાઈએ હાર્દિક પર સમાજને છેતરવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે પહેલા લાગણીથી હાર્દિક સાથે જોડાયેલો હતો પરંતુ બાદમાં ખબર પડી કે હાર્દિક કોંગ્રેસનો એજન્ટ છે.

આ સંદર્ભે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે, હનુભાઈની ક્ષમતા પર ભાજપને ભરોસો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને અમારી બહુ ચિંતા છે. તેમણે હનુભાઈનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમને હનુભાઈની ક્ષમતા પર ભરોસો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter