સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં લગભગ વિભાજન થઈ ગયા છે. કંગના રનૌત દરરોજ કોઈને કોઈ મુદ્દે ટીકા કરતી રહે છે. તેમાં ય સુશાંતના કેસમાં ડ્રગ્સના મુદ્દાનું આગમન થતાં કંગના વધારે આક્રમક બની છે અને તે તમામ લોકો સામે વિવિધ આક્ષેપો કરી રહી છે.
હંસલ મહેતાએ બોલીવુડને હસ્તીઓને લીધી નિશાને
તેણે બોલિવૂડની હસ્તીઓને નિશાન બનાવીને કહ્યું હતું કે આ મામલે હું ઘણું બધું જાણું છું. તેણે બોલિવૂડમાં ડ્રગ્સ પાર્ટીને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ બોલિવૂડમાં ડ્રગ્સ ડીલિંગના આક્ષેપોને ફગાવી દીધા છે.

Just like Bollywood is a generic term that I disown I think any generalisation about the film industry being mostly about drugs, sex and scandals is unfair. Also the industry being unfair and mean is also a most unfair generalisation. This is an industry of artists not debauches.
— Hansal Mehta (@mehtahansal) August 31, 2020
I think ultimately it's about you – do you choose positivity over negativity? Do you choose satisfaction over success? Do you choose optimism over pessimism? Do you choose love over bitterness? Do you choose joy over bitterness?
— Hansal Mehta (@mehtahansal) August 31, 2020
Stop targeting one industry just because they make a livelihood from engaging with you by creating stories for your entertainment. Don't make these storytellers the story. Treat them the way you would any normal human being. Ok bye. Lengthy, untargetted ramble over.
— Hansal Mehta (@mehtahansal) August 31, 2020
કંગનાને લીધી આડે હાથ
હંસલ મહેતાએ આ મામલે સંખ્યાબંધ ટ્વિટ કરીને બોલિવૂડને સપોર્ટ કર્યો છે. તેઓ એક્ટ્રેસ કંગનાને જવાબ આપી રહ્યા છે. તેમણે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે બોલિવૂડ કલાકારોની દુનિયા છે અને અહીં દરેક લોકો ડ્રગ્સ લેતા હોતા નથી.

અગાઉ કંગનાએ એવો દાવો કર્યો હતો કે એક સમયે તે બોલિવૂડમં હાઈ અને માઇટી ક્લબનો હિસ્સો હતી. જ્યાં તેને લગભગ દરરોજ એવી પાર્ટીમાં જવું પડતું હતું જ્યાં સેલિબ્રીટી ડ્રગ્સ લેતી હોય છે. કંગનાએ આ અંગે પોલીસની સુરક્ષા પણ માગી હતી.
Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત