GSTV

ફરવા લાયક જગ્યા/ બાહુબલીનો ધોધ જોવા જવાનો આ રહ્યો રસ્તો, વોટરફોલ સુધી પહોંચી તો જશો, પણ કેમેરા લઈ જતાં પહેલા સો વાર વિચારજો

Last Updated on November 24, 2021 by Pravin Makwana

છત્તીસગઢના બસ્તર જિલ્લાના બીહડોમાં આપને કેટલાય રમણીય વોટરફોલ જોવા મળશે. જેમાંથી એક છે હાંદવાડા ધોધ, જેને લોકો બાહુબલી વોટર ફોલના નામથી ઓળખે છે. ત્રણ જિલ્લાની સરહદ પર નક્સલીઓના ગઢમાં આવેલા હાંદવાડા વોટરફોલની સુંદરતાને કોઈએ પહેલીવાર ડ્રોન કેમેરામાં કેદ કરી છે.

ફેમસ યુટ્યૂબર્સને બોલાવામાં આવ્યા

એવું કહેવાય છે કે, અહીં નક્સલીઓની પરવાનગી વગર કેમેરા ચલાવી શકાતો નથી. પણ થોડા દિવસ પહેલા ફરવા આવેલા અમુક યુવાનો છોકરાઓએ ડ્રોન કેમેરો ઉડાવીને હાંદવાડા વોટરફોલની સુંદરતાને કેમેરામાં કેદ કરી લીધી. ત્યાર બાદ દંતેવાડા જિલ્લામાં પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે પ્રશાસને સોશિયલ મીડિયાનો સહારો લીધો. અહીંની સુંદરતાને દેશ-દુનિયાને બતાડવા માટે અલગ અલગ જિલ્લામાંથી કેટલાય ફેમસ યુટ્યૂબર્સને બોલાવવામાં આવ્યા હતા.

યુવકોએ ડ્રોન ઉડાવ્યા

આ યુટ્યૂબર્સે હાંદવાડા વોટરફોલની મુલાકાત લીધી. અહીં આવેલા આ દરેક યુવાન અહીની સ્થિતીથી અજાણ હતા. બરાબર આજ સમયે એક યુવકે ડ્રોન કેમેરા ઉડાવ્યો, અને આજૂબાજૂની સુંદરતાને કેદ કરી લીધી. જો કે, તુરંત ગામલોકોને જાણ થઈ તો તેઓ નારાજ થઈ ગયા. કારણ કે, આ આખો વિસ્તાર નક્સલીઓનો ગઢ છે. તેમની મરજી વગર અહીં ડ્રોન કેમેરા ચલાવી શકાતા નથી.

વોટરફોલ સુધી પહોંચવા માટે સરળ રસ્તો

જો ક્યારેક આપ પણ હાંદવાડા વોટરફોલ ફરવા જાવ તો, સૌથી પહેલા આપને ઈંદ્રવાતી નદી પાર કરવી પડશે. બાદમાં બાઈકથી કેટલાય કિમી સુધી પાતળા રસ્તા પર ચાલતા જવું પડશે. આ દરમિયાન આપને બેથી ત્રણ નાળા પણ પાર કરવા પડશે. વળી પાછુ થોડી દૂર બાઈક ઊભા રાખી ચાલતા જંગલ સફર કરી ત્યાં પહોંચશે.

બાહુબલીના નામથી ઓળખાય છે આ વોટરફોલ

થોડા વર્ષો પહેલા હાંદવાડા વોટરફોલમાં બાહુબલી પાર્ટ- 2 ફિલ્મનું શૂટીંગ થયું હોવાની અફવા ફેલાઈ હતી. આ જ કારણ છે કે, બાહુબલી વોટર ફોલ પણ કહેવાય છે. શૂટીંગની અફવા સાંભળીને લોકો અહીં વધારે પ્રમાણમાં આવવા લાગ્યા. આ જ કારણ છે કે, છેલ્લા 2-3 વર્ષોમાં અહીં પર્યટકોની ભારે ભીડ જોવા મળે છે.

READ ALSO

Related posts

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari

Sovereign gold bond scheme : આજથી ખુલી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ પરંતુ શું તમે જાણો છો તેના ફાયદા, અહીં જાણો બધું

Vishvesh Dave

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!