GSTV
India News Trending Viral Videos

Video: સાથીને અંતિમ વિદાય ના આપી શક્યો, શહીદના શબને જોઇ ચોધાર આંસુએ રડી પડ્યો જવાન

fighting against

1 માર્ચ 2019ના રોજ 52 કલાક સુધી પાકિસ્તાનની કેદમાં રહ્યાં બાદ આપણા વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા. દેશમાં એક તરફ ખુશીઓનો માહોલ હતો ત્યાં બીજી તરફ એક જગ્યા એવી હતી જ્યાં આપણા દેશનાજવાન આંતકીઓ સામે લડી રહ્યાં હતા. આ જગ્યાં હતાં હંદવાડા જ્યાં બાબાગુંડ ગામમાં 28 ફેબ્રુઆરીની રાતે જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી.

હુમલો એવો હતો કે કોઈને હેન્ડલ કરવાની તક ન મળી હતી. જ્યાં સુધી સુરક્ષા દળો અને જમ્મુ કાશ્મીર પોલીસનાં કર્મચારીઓ સંભાળે એ પહેલા જ અચાનક લાશોનાં ખડકલામાંથી ઉભો થયો એક આતંકવાદી અને સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર અને સેનાનાં 12 જવાનોને ઘાયલ કરી નાખ્યાં.

થોડા સમય પછી 4 સૈનિકો મૃત્યુ પામ્યા અને તેઓ શહીદ થયા. 8 જવાન ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન સ્પોટ પર હાજર અન્ય સૈનિકોએ આતંકવાદીને મારી નાખ્યો.

એન્કાઉન્ટર પછી સીઆરપીએફ અને આર્મીના સૈનિકો આતંકવાદીઓના મૃતદેહો લેવા ગયા હતા. પછી અચાનક બે આતંકવાદીઓમાંથી એક ઉભો થયો અને ગોળીબાર શરૂ કરી દીધો.

સેનાના જવાન લંગેટ ખોન બાબાગુડ ખાતે મધ્યરાત્રિમાં એક સર્ચ ઓપરેશન ચલાવતા હતા, જે દરમિયાન આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ દરમિયાન કેટલાક સ્થાનિક યુવાનોએ એન્કાઉન્ટરને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા દળના ઓપરેશનમાં ચાર જવાનો ઘાયલ થયા હતા. તેમાંના ત્રણને ગોળી વાગી હતી.

આ 1 માર્ચની વાત છે જ્યારે સમગ્ર દેશનું ધ્યાન વિંગ કમાંડર અભિનંદન પર હતું પરંતુ 2 માર્ચે જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોના અંતિમ સંસ્કાર થવાના બાકી હતી. તે શબોને કોફીનમા મુકીને તેમને તેમના પરિવારજનોને સોંપવાના હતાં. જ્યારે સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીરના જવાન પોતાના સાથીઓના શબોને ગાડીમાં મુકી રહ્યાં હતાં ત્યારે તેમની આંખો ભરાઇ આવી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  આ તે જવાનોના આંસુ છે જે આંતકીઓ સામે લડે છે પરંતુ આ આસું ભાવુકતાની છે, માણસાઇના છે કારણ કે આ જવાનોએ પોતાના સાથી ગુમાવ્યાં છે.

Read Also

Related posts

જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ

Rajat Sultan

Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે

Nakulsinh Gohil

વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી

Rajat Sultan
GSTV